નાહતી બહેનનો વિડીયો ઉતારનાર નરાધમને ભાઈએ કુહાડીથી ચીરી નાખ્યો- જાણો ક્યાં બની કાળજું કંપાવતી ઘટના

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર (Kanpur)માં હત્યા (Murder)નો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. નહાતી યુવતીનો વીડિયો બનાવવો એટલો ભારે પડ્યો કે તેણે જીવ આપીને કિંમત ચૂકવવી પડી. મળતી માહિતી મુજબ, યુવકે જે યુવતીનો નાહતા સમયનો વિડીઓ બનાવ્યો હતો, તે યુવકની યુવતીના ભાઈએ તેના મિત્ર સાથે મળી કુહાડી વડે હત્યા કરી હતી. જાણવા મળ્યું છે કે, વિડીઓ બનાવનાર યુવક વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી યુવતીના ભાઈ પાસે દારૂના પૈસા માંગતો હતો. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે.

તારાચંદનો મૃતદેહ બુધવારે સવારે કાનપુરના ચૌબેપુર વિસ્તારમાં એક ખેતરમાંથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી તો જાણવા મળ્યું કે મૃતક મહારાજપુરનો રહેવાસી છે. એક દિવસ પહેલા તે ચૌબેપુરના રહેવાસી આરોપી હર્ષિત સાથે જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે હર્ષિતની કડક પૂછપરછ કરી તો તેણે સમગ્ર વાત કહી. પોલીસે હત્યાના આરોપમાં આરોપી યુવક હર્ષિત તેમજ તેના મિત્ર શોભિતની પણ ધરપકડ કરી હતી.

હર્ષિતે પોલીસને જણાવ્યું કે, થોડા દિવસ પહેલા મારો જન્મદિવસ હતો. તારાચંદ મારી માસીનો દીકરો હોવાને કારણે તેને પણ બોલાવ્યો હતો. જન્મદિવસના બીજા દિવસે તારાચંદે મારી બહેન નહાતા સમયનો વીડિયો બનાવ્યો. તેણે મારી પાસે વીડિયો ડિલીટ કરવાના નામે દારૂના પૈસા માંગ્યા. મારી બહેનનો વીડિયો જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં પહેલા 200 રૂપિયામાં કુહાડી ખરીદી, પછી તેને દારૂ પીવડાવ્યો.

આ પછી મંગળવારે મંદિરમાં હનુમાનજીનો ઉત્સવ હતો. મંદિર જવાના બહાને તેને લઈ ગયો અને તેના મિત્ર શોભિત સાથે મળીને તેને કાપીને ફેંકી દીધો હતો. આ મામલે કાનપુરના એસપી તેજ સ્વરૂપ સિંહનું કહેવું છે કે પોલીસે હત્યામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે. હર્ષિતે અદાવતમાં તેની હત્યા કરી છે. છેડતીના કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *