ગુજરાતની સરકારી બસ ઘ્વારા ‘સલામત સવારી એસટી અમારી’ જેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ સામે આવી રહી છે જે આવા દાવાઓને ખોટા સાબિત કરે છે. શહેરમાં દોડતી સરકારી બસમાં કંડક્ટરે એક વૃદ્ધ પ્રવાસીને ગાળો આપી અને તેની સાથે સાથે મારપીટ પણ કરી.
બસમાં મુસાફરી કરી રહેલા બીજા પ્રવાસીઓ ઘ્વારા કંડકટરને રોકવામાં આવ્યો, પરંતુ તેને કોઈનું સાંભળ્યું નહીં. હવે આ ઘટના સામે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી અર્થોરિટી ઘ્વારા તેને સસપેન્ડ કરી દેવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ કારણસર એક પ્રવાસી વૃદ્ધ સાથે કંડક્ટરનો વિવાદ થાય છે. જેને કારણે ગુસ્સે થયેલો કંડક્ટર મહિલાઓની હાજરીમાં ગંદી ગંદી ગાળો આપવા લાગે છે. મુસાફરી કરી રહેલા બીજા લોકો કંડકટરને સમજાવવાની કોશિશ કરે છે. આ વીડિયોમાં ગાળોને મ્યુટ કરી દેવામાં આવી છે.
પરંતુ હકીકતમાં તેને ખુબ જ ગંદી ગાળો આપી હતી. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘ્વારા આ વીડિયો જોવામાં આવ્યો. ત્યારપછી કંડકટરની એચઆર મોદી તરીકે ઓળખાણ થઇ અને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા. વીડિયોના આધારે કંડકટરને સસપેન્ડ કરી દેવામાં આવ્યો છે. એસટી વિભાગ ઘ્વારા તેની જાંચ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.