ગુજરાત(Gujarat Election 2022): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Assembly election) અંતિમ તબક્કામાં છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટી(AAP)ના મુખ્યમંત્રી(CM) પદના દાવેદાર ઈસુદાન ગઢવી(Isudan gadhavi)એ આજે ખંભાળિયા(Khambhaliya)થી ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. ‘આપ’ મુખ્યમંત્રી પદના દાવેદાર અને ખંભાળિયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ઇસુદાન ગઢવીના ઉમેદવારી પત્ર વખતે આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. ઉમેદવારી પત્ર દાખલ કર્યા પહેલા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સ્થિત આઈ શ્રી સોનલ માતાના મંદિરે દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે સોનલ માતાના ચરણોમાં શીશ નમાવીને આમ આદમી પાર્ટીની જીત માટે અને ગુજરાત તથા દેશના લોકોની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
‘AAP’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ખંભાળિયા વિધાનસભા ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ રેલી’ માં ભાગ લીધો હતો. આપ દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ રેલી’માં આપના કાર્યકર્તા સહિત ખંભાળિયાના સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો અને લોકોએ આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ખંભાળિયાના લોકોમાંએ વાતનો ઉત્સાહ છે કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ખંભાળિયા વિધાનસભાથી ચૂંટણી રહ્યા છે.
હજારોની સંખ્યામાં આવેલા લોકોએ ઈસુદાન ગઢવીને વિજય થવા માટે આશીર્વાદ આપ્યા હતા. લોકોનાં આ પ્રેમ અને સહકારથી ચોક્કસપણે માની શકાય કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક બહુ મોટું પરિવર્તન લાવવા જઈ રહી છે. ઇસુદાન ગઢવીની આગેવાની હેઠળની આ ‘વિજય સંકલ્પ રેલી’ના માધ્યમથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા હવે સંપૂર્ણ રીતે પરિવર્તન ઈચ્છે છે. સૌએ ‘વિજય સંકલ્પ રેલી’માં ભાગ લઈને ઇસુદાન ગઢવીને ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આશીર્વાદ આપ્યા.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.