ગુજરાત(GUJARAT): બોટાદ(Botad) વિધાનસભા(Assembly) માં ભાજપ(BJP)માં ભંગાણ પડ્યું છે. બોટાદ જિલ્લાના મોટા ઝીંઝાવદર(mota Jinjavdar) ગામના ગ્રામજનોએ આમ આદમી પાર્ટી(aap)ના ભાવનગર લોકસભાના અધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તા ઉમેશભાઈ મકવાણાની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ ધારણ કર્યું. બોટાદ ભાજપ obc સેલના પ્રમુખનું ‘આપ’માં જોડાવાથી બોટાદ વિધાનસભાના મોટા ઝીંઝાવદર ગામે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. ઝીંઝાવદર ગ્રામ પંચાયતની આખી બોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. ભાજપના હાલના બક્ષીપંચ મોરચાના તાલુકાના પ્રમુખ સહિત સરપંચ, પૂર્વ સરપંચો,ગ્રામ પંચાયતના સભ્ય, અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
બોટાદ વિધાનસભા ના મોટા ઝીંઝાવદર ગામ કેજે 4000 ની વસ્તી ધરાવે છે. અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતું આ ગામ, આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભાના અધ્યક્ષ, પ્રદેશ પ્રવક્તા ઉમેશભાઈ મકવાણાની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી લેતા ભાજપ માં સન્નાટો વ્યાપી ગયો છે.બોટાદ વિધાનસભાનું મોટા ઝીંઝાવદર ગામ કે જ્યાં દીકરીઓ ને ભણવા માટે માધ્યમિક સ્કૂલ નથી જેથી અહીંની દીકરીઓને ફરજીયાત ભણવા માટે બહારગામ જવું પડે છે. બહારગામ ભણવા જવાનું થતાં તેની મસમોટી ફી ભરી શકે તેવા સક્ષમ ન હોય જેથી ગરીબ અને મધ્યમ વર્ગના મોટા ભાગના લોકો દીકરી ઓને ભણાવતા જ નથી.
આ ગામમાં એક પણ સરકારી દવાખાનું નથી જેથી લોકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. નાની મોટી બીમારીઓમાં પ્રાઇવેટ દવાખાનાનો આશરો લેવો પડે છે. કોરોનાના સમય દરમિયાન સારવારના અભાવે કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ખેડૂતોને પ્રીમિયમ ભરવા છતાં પાક વીમા મળતો નથી. ગામમાં કેનાલ હોવા છતાં પણ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી. જેથી ભારતીય જનતા પાર્ટી થી નારાજ ગ્રામજનોએ ભાજપને રામ-રામ કહી આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કર્યો છે.
મોટા ઝીંઝાવદર ગ્રામ પંચાયતના સરપંચ દિલુભાઈ આલાભાઈ ખાચર, ઉપસરપંચ, બાબુભાઇ નારણભાઈ, પંકજભાઈ, માજી સરપંચ ભરતભાઈ કાનાભાઇ પરમાર, સહિત સભ્યો જયપાલભાઈ ટાંક, અનિરુદ્ધભાઈ ધાધલ, સહિત આખે આખી બોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે.ભાજપ ઓબીસી મોર્ચા તાલુકા પ્રમુખ,ભરતભાઈ અરજણભાઈ ચવ્હાણ અને તેમની ટીમ, ભાજપ યુવા મોર્ચા ના આગેવાન પુથ્વીરાજભાઈ ચૌહાણ, હકુભાઇ ખાચર, સહિત ગામના યુવાનો મળી 70 થી 75 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ પૂછતાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલ કે, અરવિંદ કેજરીવાલના વિચારો અને નીતિ જેવી કે મફત વીજળી ,સારું આરોગ્ય, વર્લ્ડ ક્લાસ શિક્ષણ ,યુવાનોને રોજગાર ની ગેરેન્ટી, યુવાનોને બેરોજગારી ભથ્થું, ખેડૂતોનું દેવું માફ, મહિલાઓ માટે મફત મુસાફરી સહિતના લોક હિત ના મુદ્દાને ધ્યાને લઈ આજે ગ્રામજનો આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભાના અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટીના આગેવાન લાલજીભાઈ વાઘેલા, એસ.સી સેલ જિલ્લા પ્રમુખ, દેવાંગભાઈ વડોદરિયા, બોટાદ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી અભિષેકભાઈ સોલંકી, CYSS પ્રદેશ નેતા નિકુંજ ભાઈ ભારાડીયા, બોટાદ વિધાનસભા સંગઠન મંત્રી, બોટાદ જિલ્લા લઘુમતી પ્રમુખ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.