ડોકટરે અજગરના પેટમાંથી એવી વસ્તુ કાઢી કે, આંખોને વિશ્વાસ નહી થાય- જુઓ વિડીયો

Published on: 7:08 pm, Sat, 17 July 21

અવરનવાર સોશિયલ મીડિયામાં આશ્વર્યજનક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. ભૂખ્યો અજગર ઘણીવાર તએવી વસ્તુ ખાઇ લેતો હોય છે કે, જે સામાન્ય રીતે ખાઈ શકતાં નથી. આવું વિરલ ઘટનાઓમાં જ બનતું હોય છે પરંતુ આ એક પ્રાણીજન્ય વસ્તુ છે. જે ક્યારેય જ જોવાં મળતી હોય છે.

આવું જ કંઇક સિડનીમાં પણ થયું હતું. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, વિશાળકાળ અજગરે આખુ હરણ ખાઇ લીધુ હોય પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એમાં અજગરના પેટમાં ડૉક્ટરે જે વસ્તુ કાઢી છે. જેને જોઇને લોકો ભરપેટ હસી રહ્યા છે. જેને જોઇને પ્રાણીનાં ડૉક્ટર પણ અચરજમાં પડી ગયા છે.

મળેલ જાણકારી પ્રમાણે આ અજગરની લંબાઇ કુલ 3 મીટર છે તથા એ માત્ર 18 જ વર્ષનો છે. આ પાલતૂ અજગર છે. એના માલિકે એને ટુવાલ ખાતો જોઇ લેતાં એ તેનાં પશુ ચિકિત્સકની પાસે લઈ ગયાં હતાં. કારણ કે, ટુવાલ ખાધા બાદ આ અજગરની હાલત ખુબ જ ખરાબ થઇ ગઇ હતી તેમજ એ અધમરા જેવો થઇ ગયો હતો.

ત્યારપછી ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરીને એના પેટમાંથી આ લાંબો વાદળી રંગનો ટુવાલ કાઢ્યો છે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અજગરનું નામ મોન્ટી છે. તે એક જંગલ કારપેટ પ્રજાતિનો અજગર છે. ડૉક્ટરોએ ખુબ જ મહેનતની સાથે આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

તે રીતે આ અજગરના પેટમાં ટુવાલ કાઢવામાં આવ્યો છે. ડૉક્ટર્સનું જણાવવું છે કે, આ અજગરની હાલત અત્યારે સારી છે. ત્યારપછી આ વીડિયોને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઘણાં લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે.

ડોક્ટરનું જણાવવું છે કે, આ ટુવાલ એના પેટમાં ખૂબ જ અંદર સુધી જતો રહ્યો હતો. એને કાઢવા માટે એડોસ્કોપની મદદ લેવી પડી હતી તથા ગેસ્ટ્રોઇનટેસ્ટિનલ ટ્રેક્સથી આ ટુવાલને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે, સમય રહેતા જો આ ટુવાલ તેના પેટમાં જ રહી ગયો હોત તો અજગર મરી પણ શક્યો હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.