છેલ્લા કેટલાક મહિનાઓથી લોકડાઉન હોવા છતાં લગ્નગાળો જોવા મળી રહ્યો. કેટલાક લોકો લોકડાઉન ખુલવા સુધી રાહ જોતા હતા. હાલ લગ્નને લઇને જ એક વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે, જેમાં એક વર તેની વધુને જોઇને ખૂબ ખુશ થઈ જાય છે અને નાચવા લાગે છે.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્ન દરમિયાન દુલ્હનને જોયા પછી તે ખૂબ ઉત્સાહિત થઈ જાય છે અને દુલ્હનની સામે જ હરકપદુડો થઈને નાચવા લાગે છે. વરરાજા ગુજરાતી ગીત ‘ધીરે ધીરે નાચ..’ પર બંને હાથ ઉચા કરી મસ્તી સાથે ડાન્સ કરી રહ્યો છે. વરરાજાના ડાન્સ જોઈને દુલ્હન પણ શરમાઈ જાય છે અને હસવા લાગે છે.
ત્યાં ઉભેલા લોકો પણ દુલ્હનને ડાન્સ કરવાનું કહે છે, પરંતુ તે શરમને લીધે ખુલીને ડાન્સ કરી શકતી નથી. વરરાજાના ડાન્સ જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની ખુબ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોયા પછી કેટલાક લોકોએ કહ્યું, ‘મોજ કર દી બેટે’. આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને લાખો લોકોએ જોયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.