અહિયાં અચાનક આકાશમાંથી ટપોટપ પડવા લાગ્યા જીવતા અને મરેલા ઉંદર- આ વિડીયો જોઇને આંખો પહોળી થઇ જશે

એવી ઘણી અજીબોગરીબ ઘટનાઓ વિષે તમે સાંભળ્યું હશે જે દરેકને આશ્ચર્યમાં મૂકી દેતી હોય છે. એવી જ એક આશ્ચર્યજનક ઘટના હાલ સામે આવી છે જેમાં ઓસ્ટ્રેલિયામાં ઉંદર પડી રહ્યા હોય તેવા એક વીડિયોએ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકોને ડરમાં મુકી દીધા છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે, એક ખેતરમાં અનાજ રાખવાના ગોદામ સાફ કરવામાં આવી રહ્યા છે. આ ગોદામના પંપથી જીવતા અને મરેલા ઉંદર બહાર આવી રહ્યા છે. નીચે પડી રહેલા ઉંદરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને ડરી ગયા છે. કારણ કે, હાલના દિવસોમાં ઇઝરાયેલમાંથી પ્લેગના ઘણા કેસ સામે આવ્યા છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે, મોટી માત્રામાં ઉંદરો અનાજ સાથે નીચે પડી રહ્યા હતા. હાલત એવી થઇ ગઈ હતી કે, ઉંદરનો ઢગલો થઇ ગયો હતો. આ દરમિયાન ઘણા ઉંદરો ભાગવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત ઘણા ઉંદરો મરેલા ઉંદરોની નીચે આવી ગયા હતા. ટ્વિટર પર શેર કરેલા આ વીડિયો પર અત્યાર સુધી ઘણી કોમેન્ટ આવી છે.

લૂસીએ લખ્યું કે, ગોદામની અંદર અનાજ ભરેલુ હતું છતા તેની અંદર ઉંદરો કેવી રીતે ઘુસી ગયા. આ વીડિયોને જોઈને લોકો ડરી ગયા છે. આ અંગે એક ટ્વિટર યૂઝરે લખ્યું કે, મેં આખા વર્ષે જે અજીબોગરીબ ચીજો જોઇ તેમાં આ સૌથી ખરાબ છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, મેં બિલાડી અને કુતરાના વરસાદ વિશે સાંભળ્યું છે પણ ઉંદરોનો વરસાદ વિશે ક્યારેય નથી સાંભળ્યું.

જાણવા મળ્યું છે કે, દેશમાં પ્લેગના ખતરાને જોતા ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર ઉંદરોને ખતમ કરવા માટે કામગીરી કરે. દુષ્કાળનો માર સહન કરી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને આશા હતી કે, વરસાદ પછી તેમની કમાણી થશે પણ ઉંદરોએ તેમના સપના પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતો દ્વારા હવે સરકાર પાસે આર્થિક સહાય પેકેજની માંગણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *