અફઘાનિસ્તાન: હાલમાં કાબુલ એરપોર્ટની બહાર હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે આમથી આમ રખડી રહ્યા છે. જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અફઘાનિ મહિલાઓ રડી રડીને અમેરિકી અને બ્રિટિશ સૈનિકોને પોતાનો અને પોતાની સાથે રહેલા બાળકોનો જીવ બચાવવા માટે ભીખ માંગી રહી છે. તાલિબાનના કારસ્તાન કેટલા ભયાનક હશે તેનો ખ્યાલ ભારત દ્વારા રેસ્ક્યુ કરેલા લોકોના ચહેરા પરથી આવી જાય છે.
15 ઓગસ્ટે તાલિબાને રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ અફઘાનિસ્તાનમાંથી નિરાશાના ઘણા દ્રશ્યો સામે આવ્યા છે. ભારતની ધરતી પર પગ મુકતા જ ઘણા લોકોની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. આવું જ એક દ્રશ્ય કેમેરામાં કેદ થવા પામ્યું છે. ભારતીય વાયુસેનાના C-17 ટ્રાન્સપોર્ટ વિમાનમાં બાળકી પ્રેમથી નાના શિશુને ચુંબન કરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. હાલ ઇન્ટરનેટ પર આ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે.
#WATCH | An infant was among the 168 people evacuated from Afghanistan’s Kabul to Ghaziabad on an Indian Air Force’s C-17 aircraft pic.twitter.com/DoR6ppHi4h
— ANI (@ANI) August 22, 2021
જાણવા મળ્યું છે કે, 22 ઓગસ્ટના રોજ ફ્લાઈટ મારફતે કાબુલથી 168 મુસાફરોને હિન્ડન એરબેઝ પર લાવવામાં આવ્યા હતા. આ મુસાફરો પૈકીના એક બાળક પાસે ભારતીય પાસપોર્ટ નહોતો. અલબત સરકારે તેને રોક્યો નહીં. માતાના ખોળામાં રમી રહેલું આ બાળક ભારત પહોંચ્યા બાદ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક બાળકી તેને ચુંબન કરતી જોવા મળે છે. બાળકી ખૂબ ખુશ હોવાનું જોવા મળે છે. સોશિયલ મીડિયામાં યુઝર્સને આ વિડીયો ખૂબ જ ગમ્યો છે. આ લાગણીસભર વિડીયોને અત્યાર સુધીમાં 2,18,000 વખત જોવામાં આવ્યો છે અને 18,000 લોકોએ લાઈક પણ કર્યો છે.
નોંધનીય છે કે, કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અંધાધૂંધી અને ભયાનકતાના દ્રશ્યો જોવા મળ્યા છે. તાલિબાન દ્વારા દેશ પર કબજો કરવામાં આવ્યા બાદ અલગ અલગ દેશો તેમના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ભારત દ્વારા 23 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાંથી ત્રણ ફ્લાઇટમાં 400થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત રવિવારે લવાયેલા 168 લોકોના જૂથમાં 72 અફઘાન હિન્દુઓ અને શીખોનો સમાવેશ થાય છે. મીડિયાના અહેવાલો અનુસાર તેમાં અફઘાન સાંસદો નારેન્દ્ર સિંહ ખાલસા, અનારકલી હોનરિયાર અને તેમના પરિવારો પણ સામેલ હતા.
જન્વ્ચા મળ્યું છે કે, ભારત દ્વારા વ્યાપક સ્તરે રેસ્કયુ ઓપરેશન ચાલુ છે. પહેલા કાબુલથી દોહા લઈ જવામાં આવ્યા હોય તેવા લોકોને પણ ભારત દ્વારા નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. ભારતીય નાગરિકોને 135 અને 146 એમ બે ટુકડીઓમાં લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. તાજિકિસ્તાન મારફતે પણ 87 ભારતીય નાગરિકો અને બે નેપાળી નાગરિકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.