ગુજરાતના આ જીલ્લામાં લાગ્યા ‘પાકિસ્તાન જીંદાબાદ’ના નારા, જાણો હર્ષ સંઘવીએ શું કરી કાર્યવાહી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): કચ્છ(Kutch)ના અંજાર(Anjar) તાલુકાના દુધઈ ગામમાં ‘પાકિસ્તાન જીંદાબાદ’ના નારાઓ લાગતા હવે વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ દરમિયાન જીતની ખુશીમાં કોઈએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારાઓ લગાવતા હવે પોલીસ દોડતી થઈ ગઈ છે.

આવતી કાલે ચુંટણીનું પરિણામ હોવાને કારણે કચ્છમાં પંચાયતની ચૂંટણીઓની મત ગણતરી માટે મતપેટીઓ ખૂલી હતી. ત્યારે ગ્રામ પંચાયતના મહારથીઓનું ભવિષ્ય આખરે ખૂલ્યુ હતું. મતગણતરી પછી કોઈના પક્ષમાં હાર આવી તેમજ કોઈના પક્ષમાં જીત આવી હતી. ત્યારે અંજાર તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની વિજેતા રેલી દરમિયાન ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારાઓ લગાવવામાં આવ્યા જેને કારણે વિવાદ સર્જાયો હતા. આ દરમિયાન તેમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યો તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું છે કે, સમગ્ર મામલે આજે સવારે આ અંગે કચ્છના રેન્જ IG સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે અને સમગ્ર મામલે તાત્કાલિક પણે કડક પગલા ભરવામાં આવે અને કચ્છની આ જે ઘટના છે તેની સંપૂર્ણ કડકાઈથી તપાસ કરવામાં આવશે.

સરકાર સમગ્ર મામલે ખુબ જ ગંભીર: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
આ સાથે જ તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, પાકિસ્તાનના સમર્થનમાં લાગેલા નારા ઉચ્ચાર્વાને લઈને સવારે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નારા લગાવનાર તમામ લોકોને પકડી પાડવામા આવશે. તો સરકાર પણ કચ્છના આ મુદ્દે ગંભીરતા પૂર્વક કડકાઈથી પગલા ભરી રહી છે અને નારા લગાવવામાં સામેલ તમામ લોકોને પકડી પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *