સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત શહેરમાં ખુલ્લેઆમ દાદાગીરીના વિડીયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસની મદદ માટે મૂકવામાં આવેલા ટીઆરબી જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે. ત્યારે વધુ એક વિવાદમાં આવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોતાની સત્તા ન હોવા છતાં પણ રીક્ષાને નુકસાન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.
સુરતમાં ટ્રાફિક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન, પોલીસ વિભાગમાં ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે પોલીસ કર્મચારીઓ ઓછા પડતા હોવાને લઈને ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવેલી હતી. ત્યારે આ જવાનો વિવાદમાં આવતા હોય છે. કોઈ જગ્યા પર દાદાગીરી કરતા તો કોઈ જગ્યા પર લોકો પાસે પૈસા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો બાદ વિડિયો સામે આવતાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
આ દરમિયાન, સુરતના પાંડેસરા રોડ પર વધુ એક ટીઆરબી જવાનનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે વિવાદ ઉભો થયો છે. કારણ કે, જવાનો માત્ર ટ્રાફિક પોલીસની મદદ અને ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવ્યા છે પણ આ ટીઆરબી જવાનો પોતાની જાતને પોલીસ કર્મચારી સમજીને રસ્તામાં રીક્ષા ઉપર જે રીતે તૂટી પડે છે. રિક્ષાઓને નુકસાન કરે છે તેને લઈને લાંબા સમયથી સતત આ લોકો વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પાંડેસરા વિસ્તારમાં આવા જ એક ટીઆરબી જવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હાથમાં ડંડો લઈને રીક્ષા વાળાની રીક્ષાને ટીઆરબી નુકસાન કરતો જોવા મળી રહ્યો છે અને દાદાગીરી કરી રીક્ષાવાળાને દબાવવાનો પ્રયાસ કરતો હતો.
જોકે, વીડિયો વાયરલ થતાની સાથે હવે ફરી એક વખત ટીઆરબી જવાન વિવાદમાં આવ્યો છે. જોકે, વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે. આ દરમિયાન, હવે તે જોવું રહ્યું કે, આ જવાન સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. સતત ટીઆરબી જવાનોની ફરિયાદોને લઈને સુરત શહેરના લોકો પરેશાન છે, ક્યાંક રસ્તે ગાડી અટકાવીને સત્તા ન હોવા છતાં પણ લોકો પાસે પૈસાનો તોડ કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.