જો જંગલી પ્રાણીઓ(Wild animals) અને પાળેલા પ્રાણીઓ(Pets) વચ્ચે લડાઈ થાય છે, તો ફક્ત જંગલી પ્રાણીઓ જ જીતશે કારણ કે તેઓ બંધમાં રહેતા નથી, તેથી તેમને તેમની શક્તિનો સંપૂર્ણ ખ્યાલ હોય છે. તેમની વૃત્તિઓ હિંસક(Violent) બની જાય છે, તેથી તેઓ હુમલો કરતાં અચકાતા નથી. પરંતુ આ દિવસોમાં અમેરિકાનો(America) એક VIRAL વીડિયો ખૂબ ચર્ચામાં છે જેમાં જંગલી રીંછ(Wild bear) ઘરેલું ડુક્કર(Domestic pig) સામે હારી ગયું અને તેને ભાગી જવું પડ્યું હતુ.
આ ચોકાવનારો વિડીઓ યુટ્યુબ ચેનલ WTNH પરથી શેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ VIRAL વીડિયો ન્યુ મિલ્ડફોર્ડ, કનેક્ટિકટ, યુએસનો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે, એક કાળું રીંછ ડુક્કરના બિડાણની ટોચ પર ચઢી જાય છે અને બીડાણમાં કૂદી પડે છે. ત્યારબાદ જે થયું તે ચોકાવનારું છે.
ડુક્કરએ રીંછને બહાર કાઢ્યું:
ડુક્કર રીંછને બીડાણની અંદર કૂદતું જોઇને તરત જ તે તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે. રીંછ કદમાં ઊંચું હોવા છતાં, ડુક્કરના હુમલાથી બચી શક્યું નહીં. ડુક્કર તેને માથા વડે ધક્કો મારતું રહે છે. ત્યારે અચાનક એક નાનકડા ઓરડામાંથી બીજું ડુક્કર બહાર આવે છે અને તેને જોઈને રીંછ અહીં-તહીં દોડવા લાગે છે. એવું લાગે છે કે રીંછ તેના કરતા થોડું વધારે ગભરાયેલું દેખાઈ રહ્યું છે. આ થી રીંછ એક ખૂણામાં ઉભું રઈ જાય છે અને તેને સમજાતું નથી કે હવે શું કરવું. ત્યારબાદ રીછ ડરીને ત્યાંથી ભાગી જાય છે.
આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી:
આ VIRAL વીડિયો જોઇને ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે જો તે જંગલી ડુક્કર હોત તો તેણે રીંછને મારી નાખ્યું હોત. ઘરેલું ડુક્કરના દાંત નાના હોય છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે આ વીડિયો ઘણો ફની છે કારણ કે રીંછ સમજી નથી શકતું કે તેણે શું ભૂલ કરી છે. એક વ્યક્તિએ કહ્યું કે ઘણા સમય પછી તેને ખબર પડી કે ડુક્કર પણ કરડે છે. ખૂબ જ ફની કમેન્ટ લખતી વખતે એક વ્યક્તિએ કહ્યું કે ડુક્કરે રીંછ સાથે ખૂબ સારું કર્યું છે, હવે તેણે ‘એંગ્રી બર્ડ’ સાથે પણ આ રીતે લડવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.