અવારનવાર દારૂની હેરાફેરીનાં સમાચાર સામે આવ્તાહોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં આવેલ વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ જ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે.
વિરમગામ ટાઉન પોલીસ દ્વારા મહિલા કાઉન્સિલરના પતિના નવા બનતા ઘરના ભોંયરમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તેમજ તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાઉન્સિલરના બુટલેગર પતિ ભાગી ગયા છે. પોલીસ દ્વારા હાથી તલાવડી નજીક મકાનમાંથી 1.28 લાખ રૂપિયાની કુલ 804 વિદેશી દારૂની બોટલ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વિરમગામના PI એમ.એ.વાઘેલા જણાવે છે કે, આરોપી મિહિર સીતાપરાના નવા બનતાં ઘરમાં મળેલ બાતમીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ભોંયરાનાં રૂમમાં તાળું તોડતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપી મિહિર તથા તેના ભાઈ સામે પહેલાં પણ દારૂના કેસો થયેલા છે.
નવા બનતા ઘરમાં ભોંયરું બનાવ્યું હતું:
PI એમ.એ વાઘેલા તથા સ્ટાફને મળેલ બાતમીને આધારે વિરમગામ હાથી તલાવડીમાં રહેતો મિહીર સીતાપરાએ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે તથા ખાનગી રીતે છુટકમાં શૈલેષ ઠાકોર નજીક વેચાણ કરાવે છે.
804 બોટલ દારૂનો જથ્થો મળ્યો:
રૂમનું તાળું તોડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલબંધ કાચની નાની-મોટી કુલ 804 બોટલો મળી આવી હતી. જેની અંદાજે કુલ 1.28 લાખ રૂપિયા જેટલી થાય છે. મકાનમાં દરોડા દરમિયાન શૈલેષ ઠાકોર (રહે. વિરમગામ, હાથી તલાવડી) મળી આવ્યો હતો.
જેની પૂછપરછ કરતા પોતે મિહિર સીતાપરા સાથે કામ કરતો હોવાનું કહ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા શૈલેષની ધરપકડ કરીને તથા આરોપી મિહીર સીતાપરાની ધરપકડ કરવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ મહિલા કાઉન્સિલરનો પતિ મિહીર ભાગી ગયા હોવાનું જણાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.