જે લોકો પોતાની ફિટનેસ પ્રત્યે જાગૃત હોય છે એવા લોકો બ્લેક વોટર પીવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે, આ પાણી ખુબ સારા સ્વાસ્થ્ય માટેનો એક ટ્રેન્ડ બની ગયો છે. દેશમાં મલાઈકા અરોરા, શ્રુતિ હસન સહિત અનેકવિધ સેલિબ્રિટીઝ બ્લેક વોટરની બોટલ સાથે જોવા મળી રહ્યા છે.
એક રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, વિરાટ કોહલી પણ બ્લેક વોટરનું સેવન કરી રહ્યો છે. આ કારણોસર કેટલાક લોકો જાણવા માટે ઉત્સુક હોય છે કે, બ્લેક વોટર શેમાંથી બને છે તેમજ તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભદાયક છે? આવો જાણીએ વિગતવાર…
બ્લેક વોટર શું છે?
બ્લેક વોટરને સ્પોર્ટ્સ ડ્રિંક અથવા તો એનર્જી ડ્રિંક તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લેક વોટર એ આલ્કલાઈન વોટર છે. આ પાણી PH સ્તર સંતુલિત રાખવામાં મદદગાર થાય છે તેમજ એસિડિટી બેલેન્સ રાખે છે. આ પાણીમાં ફુલ્વિક એસિડ રહેલું હોય છે કે, જેનાથી પાણી કાળા રંગનું બને છે.
આ ડ્રિંક્સમાં જોવા મળતા મિનરલ્સ તથા વિટામિન્સ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત જણાવે છે કે, બ્લેક વોટરમાં નેચરલ એન્ટી ઓક્સીડેન્ટ્સ રહેલા હોય છે. બીજા મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે બ્લેક વોટર ડાયાબિટીસ તથા કૉલસ્ટ્રોલ જેવી સમસ્યા માટે ખુબ લાભદાયક છે.
આની સાથે જ આ પાણીનું સેવન કરવાથી વજન પણ સંતુલિત રહે છે. આ પાણીમાં અનેક પોષકતત્વો રહેલા હોય છે કે, જેને આપણું શરીર યોગ્ય રીતે એબ્સોર્બ કરી શકે છે. આની સાથે જ આ પાણી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શું સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલા દાવા સાચા છે?
આ આલ્કલાઈન વોટર સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભદાયક છે, તેના વિશે કંઈ કહી ન શકાય. આ આલ્કલાઈન વોટરના લાભ અંગેના સાયન્ટીફિક ડેટા ખૂબ જ ઓછા હોય છે. ઘણા લોકોનું માનવું છે કે, આ બ્લેક વોટરથી શરીર હાઈડ્રેટ રહે છે તેમજ ઈમ્યુનિટીમાં વધારો કરવાનું કામ કરે છે.
આ અંગેનો કંઈ ખાસ ડેટા મળ્યો નથી. આ કારણોસર બ્લેક વોટરનું સેવન કરતા પહેલા ડૉકટર અથવા તો નિષ્ણાંતનો જરૂરથી સંપર્ક કરવો જોઈએ. તેમની પાસેથી આ બ્લેક વોટરના સ્વાસ્થ્ય અંગેના લાભ તથા ગેરલાભ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ.
શું આ કાળા પાણીની બોટલ અફોર્ડેબલ છે?
ભારતમાં તમે આ બ્લેક આલ્કલાઈન વોટર ઓનલાઈન ખરીદી કરી શકો છો. એક ભારતીય બ્રાન્ડ આ બ્લેક આલ્કલાઈન વોટરનું ઉત્પાદન કરી રહી છે કે, જેની ફક્ત 500mlની બોટલના પેકેટની કિંમત 500થી વધારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.