દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવતા રહેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી એપ્રિલમાં ફરી વખત ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ વખતે ગાંધીનગર સ્થિત આધુનિક રેલવે સ્ટેશન તથા ફાઈવ સ્ટાર હોટલનું લોકાર્પણ કરી શકે છે. આની સાથે જ વડાપ્રધાન મોદી આવે તે સ્થિતિમાં અન્ય કાર્યક્રમો પણ સાથે જ ગોઠવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માર્ચ મહિનામાં જ વડાપ્રધાન 2 વાર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.
ફાઈવ સ્ટાર હોટલની સાથે રેલવે સ્ટેશન :
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન ડેવલપ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં સૌપ્રથમવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર કરવામાં આવ્યો છે કે, જ્યાં ટ્રેનની રાહ જોતા પેસેન્જરો ભગવાનની પ્રાર્થના-બંદગી કરી શકશે.
ફાઈવસ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં નીચેના મુખ્ય પ્રવેશદ્વારથી પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે. બધાં જ પેસેન્જરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એન્ટ્રીગેટ નજીક ફાઈવસ્ટાર હોટલમાં જવા માટેનો રસ્તો આપવામાં આવ્યો છે કે, જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ-એસ્કેલેટર લગાવામાં આવ્યા છે કે, જેથી હોટલ બિલ્ડિંગમાં આસાનીથી પહોંચી શકાશે.
12 માર્ચે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા નરેન્દ્ર મોદી :
ગઈકાલે 12મી માર્ચે PM નરેન્દ્ર મોદી અમદાવાદનાં સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. અહીં ક્રીમ કલરનો ઝભ્ભો તથા ખાદીનો ખેસ પહેરી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા કે, જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારપછી ફક્ત 7 મિનિટ સુધી આશ્રમમાં રોકાયા હતા કે, જ્યાં હૃદયકુંજમાં ગાંધીજીની મૂર્તિને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી તથા વિઝિટર બુકમાં સંદેશ લખી સભા સ્થળે પહોંચ્યા હતા. ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
કેવડિયામાં આપી હતી હાજરી :
આની પહેલા પણ 6 માર્ચે PM મોદી કેવડિયાના પ્રવાસે આવ્યા હતા કે, જ્યાં તેઓએ ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. કૉન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ આવ્યા હતા. ત્યારપછી અમદાવાદ એરપોર્ટ પર દાંડી યાત્રા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ત્યાંથી દિલ્હી જવાં માટે રવાના થઈ ગયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle