1958માં જન્મેલા વિઠ્ઠલભાઈ રાદડિયા પોતાની જાત મહેનતથી જ આગળ આવ્યા હતા સહકારી ક્ષેત્રમાં પણ તેઓનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. કોંગ્રેસની સરકારમાં 1998 સુધી તેઓએ મંત્રી પદ સંભાળ્યું હતું. તેઓ ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય તરીકે સતત ચૂંટાઈ આવતા હતા. ગુજરાતમાં પાટીદારો માટે સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે પણ ઉપસી આવ્યા હતા. કો-ઓપરેટિવ બેંકમાં પણ વિઠ્ઠલભાઇએ યોગદાન આપ્યું છે.
ખેડૂત નેતા અને ગુજરાત સરકારમાં એક સમયે સિંચાઈ ખાતાના મંત્રી પદની જવાબદારી સંભાળનાર આ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનુ ગયા વર્ષે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ 61 વર્ષના હતા હાલના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાની સારવાર છેલ્લે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ચાલતી હતી. તેમના પરિવારમાં ધર્મપત્નિ ચેતનાબેન રાદડિયા, સુપુત્ર કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, અન્ય પુત્રો લલિતભાઈ અને કાનાભાઈ, છે. સૌરાષ્ટ્રમાં જાહેર જીવનમાં દાયકાઓથી વિઠ્ઠલભાઈનું નામ ગુંજતુ હતું.
વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં એક કદાવર નામ હતું. સૌરાષ્ટ્રના લોકો માટે રાદડિયા એક લોકનાયક હતા, તો રાજકીય લોકો માટે રાદડિયાની છાપ અજાતશત્રુની હતી. પ્રધાનમંત્રી મોદીએ 2013માં તેમને ભાજપમાં શામેલ કર્યા હતા.
વિઠ્ઠલ રાદડિયા વિશે
8 નવેમ્બર 1958ના રોજ થયો હતો જન્મ થયો હતો. તેઓ વર્ષ 1990માં પહેલી વખત બન્યા હતા ધારાસભ્ય. વર્ષ 1990થી 2009 સુધી રહ્યા ધારાસભ્ય વર્ષ 2009માં 15મી લોકસભામાં બન્યા હતા સાંસદ.
વિઠ્ઠલભાઈ રાદડિયાની રાજકીય કારકિર્દી જોઈએ તો તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે તેમજ 3 વખત સંસદ સભ્ય તરીકે ચુંટાયા હતા. વર્ષોથી રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે સેવા આપેલ. લડાયક ખેડૂત નેતા તરીકે નામના ધરાવતા હતા.
તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987), ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009), ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998), સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998), રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003), રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન(1995થી સતત અવસાન સુધી), ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અવસાન સુધી), સાંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2013)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP