ધૈર્યરાજ જેવી બીમારીથી વધુ એક અઢી મહિનાનો વિવાન પીડિત, પરિવારે મદદ માટે ફેલાવ્યા હાથ

હાલમાં જ એક ગુજરાતના ધૈર્યરાજ નામના એક બાળકને SMA નામની બીમારી હતી, જેની મદદ માટે સમગ્ર દેશમાંથી લોકો તેમની મદદ કરી રહ્યા હતા. ત્યારે બાદ લોકોની મદદને કારણે આખરે ધૈર્યરાજને 16 કરોડનું મોંઘુ ઇન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. ધૈર્યરાજ આ બીમારી માંથી તો બહાર નીકળી ગયો છે. પરંતુ ગુજરાતમાં એક એવો બાળક પણ છે. જેમને પણ આ ઇન્જેક્શનની જરૂર પડી છે. જો આ બાળકને પણ આ ઇન્જેક્શન નહિ મળે તો તેમનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.

ગીર સોમનાથના આલિદર ગામના વિવાન નામના બાળકને SMA (Spinal Muscular Atrophy) નામની ખુબ જ ગંભીર બીમારી છે. વિવાનની આ ગંભીર બીમારીને લઈને તેમનો પરિવાર મુશ્કેલી અને ચિંતામાં મુકાયો છે. જેને લીધે તેમના માતા પિતા 16 કરોડના ખર્ચને લઈને પોતાના બાળક માટે લોકો પાસેથી મદદ માંગી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામનો અઢી મહિનાનો વિવાન નામનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. SMA(Spinal Muscular Atrophy) નામની ગંભીર બીમારીને લઈ બાળક વિવાન સહિત ઘરના ચાર લોકો પર આજે આભ ફાટી પડ્યું છે. કચ્છ જીલ્લામાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહેલા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરાને લઈ ખુબ જ ચિંતિતિ બન્યા છે.

અશોકભાઇ વાઢેળના કહ્યા અનુસાર થોડા સમય પહેલા વિવાન બીમાર પડ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી ત્યારબાદ તેમને જુનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેના રિપોર્ટ ચેન્નઈ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણવા મળ્યું કે, વિવાન SMA(Spinal Muscular Atrophy) નામની બીમારીથી પીડિત થઇ રહ્યો છે. જે બીમારી ધૈર્યરાજને હતી, તે જ બીમારી વિવાનને પણ પીડાઈ રહ્યો છે. નિષ્ણાતોએ જણાવતા કહ્યું હતું કે, ભાગ્યે જ જોવાં મળતી SMA(Spinal Muscular Atrophy) નામની બિમારીથી વિવાનને બચાવવા 16 કરોડનું ઈન્જેકશન આપવું પડશે.

બાળક વિવાનના પિતા અશોકભાઈ કચ્છમાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહ્યા છે અને તેમનો હાલનો પગાર 18 હજાર છે. જેમાં તે પોતાના પરિવારનું ઘર ચલાવી રહ્યા છે. પરંતુ આ બાળક વિવાનને SMA(Spinal Muscular Atrophy)ની બીમારીમાંથી બચવા માટે 16 કરોડ રૂપિયા ક્યાંથી લાવવા એ એક મોટો સવાલ ઉભો થયો છે. અંતે અશોકભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત રાજ્ય અને દેશના તમામ લોકોને મદદ માટે આગળ આવવા માટે અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *