કુદરતનો કહેર: ભયંકર પુર આવવાને કારણે મેટ્રોમાં મુસાફરી કરી રહેલા યુવકોની છાતી સુધી પહોચ્યા પાણી- જુઓ વિડીઓ

ચીનના વિડીઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જે વિડીઓમાં તમે જોઈ શકો છો કે, ચીનના હેનાન વિસ્તારમાં મંગળવારે સાંજે મેટ્રો ટ્રેનમાં પાણી ભરાઈ ગયુ હતું અને લોકોની છાતી સુધી પાણી ભરાઈ ગયા હતા. તેમ છતાં પણ પાણીથી ભરેલી મેટ્રોમાં સફર કરવા માટે મજબુર બન્યા હતા. ચીનમાં પૂર્ણ કારણે 12 લોકોના મોત થઇ ચુક્યા છે અને અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે.

મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં આવેલ ઝેંગઝોઉ શહેરમાં 1000 વર્ષમાં પહેલી વખત અસાધારણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જેને લીધે આવેલ પૂરમાં 12 સબ વે પ્રવાસીઓ સહીત અન્ય 25 લોકોના મોત થયા છે અને પુરને કારણે 12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંના એક ઝેંગઝોઉ શહેરમાં પુરને કારણે બે લાખ કરતા પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડતા આખું શહેર પાણી પાણી થય ગયું છે. મુશળધાર વરસાદના કારણે પુર આવતા શહેરની અનેક ફ્લાઈટ્સો રદ કરી દેવામાં આવી છે. શહેરના સબ-વે સહિતના અનેક વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં પુર નિયંત્રણ વિભાગે સેકંડ હાઈએસ્ટ લેવલ-૨ ચેતવણી જાહેર કરી દીધી છે.

ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સ મુજબ પુરના કારણે કુલ 25 લોકોના મોત થયા છે અને અન્ય 7 લોકો લાપતા છે. હોંગકોંગ સ્થિત આવેલા સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટના જણાવ્યા મુજબ મંગળવારના રોજ રાત્રે સબવે ટ્રેન તીવ્ર ગતિએ સામેથી આવી રહી હતી અને પુરના પાણી સાથે ટકરાતા 12 વ્યક્તિના મોત થયા હતા અને અન્ય પાંચ લોકોને ઈજા પહોંચી હતી. ભારે વરસાદ અને પુરને કારણે. હેનાન પ્રાંતના પાટનગર ઝેંગઝોઉમાં એક્સપ્રેસ વે અને સબ-વે ટનલ્સ ડૂબી ગઈ હતી. પુરને કારણે ઝેંગઝોઉડોન્ગ રેલવે સ્ટેશને એક સાથે 160 થી વધારે ટ્રેનોને થોભાવી દેવામાં આવી હતી અને સાથે સાથે ઝેંગઝોઉમાં એરપોર્ટ પર 260 થી વધુ ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી હતી.

ચીનના ડેનફાન્ગ શહેર નજીકની નદીના પાણી જોખમી લેવલની સપાટીએ પુગી જતા શહેરમાં પાણી ઘુસી ગયા હતા અને શહેર આખું પાણી પાણી થઇ ગયું હતું. ડેનફાન્ગ શહેર સ્થિત એક ફેક્ટરીમાં કેમિકલ સાથે પાણી ભળી જતા સ્ટોરેજ ટેંકમાં વિસ્ફોટ થયો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી તો ભરાઈ જ ગયા હતા પરંતુ સાથે સાથે પીવાના પાણી અને વીજળી ખોરવાઈ જવાની પણ મુશ્કેલીઓ સર્જાઈ છે. કેટલીક હોસ્પીટલમાં વીજળી ખોરવાઈ જતા દર્દીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *