અમદાવાદ(ગુજરાત): હાલ રાજ્યમાં વરસાદે ફરીવાર તારાજી સર્જી છે. છેલ્લા એક મહિનાના વિરામ પછી મેઘરાજાએ મંગળવારે રાત્રે મેઘમહેર કરી હતી. શહેરના પૂર્વ અમદાવાદમાં રાત્રે 10 થી 2 વાગ્યાના 4 કલાકના ગાળામાં ભારે વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રામોલમાં 76.40 મિ.મી. એટલેકે ત્રણ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. જાણવા મળ્યું છે કે, નિકોલમાં અઢી ઇંચ, મેમ્કો અને નરોડામાં ૨ ઇંચ જેટલો, વટવા, વિરાટનગર, ઓઢવ અને કઠવાડા વિસ્તારમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. મણિનગર, દાણાપીઠ, ચકુડિયા ખાતે દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જેના કારણે પૂર્વ અમદાવાદમાં રાત્રે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં 3 મિ.મી.થી લઇને એક ઇંચ સુધીનો
શહેરીજનો અસહ્ય બાફ, ઉકળાટ અને ગરમીથી હેરાન થઇ રહ્યા હતા. રથયાત્રા બાદ શહેરમાં જોઇએ તેટલો સારો વરસાદ જ નથી પડયો. તેથી લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. ત્યારે શહેરીજનોના રાહ જોવાના સમયનો મંગળવારે રાત્રે અંત આવ્યો હતો. મંગળવારે સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દશામાંના વ્રતનો છેલ્લો દિવસ હતો અને રાત્રિ જાગરણ તેમજ દશામાની મુર્તિના વિસર્જનની શ્રદ્ધાળુઓ તૈયારીઓ કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રે 10 વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ ધોધમાર વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ દશામાની મુર્તિ પધરાવવા માટે નદી, તળાવ બાજુ ગયા હતા. જ્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ તો માટીની મુર્તિનું ઘરમાં જ કુંડમાં કે ડોલમાં વિસર્જન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના લીધે રાત્રિ જાગરણ માટે બહેનો ઘરની બહાર નીકળી શકી નહોતી. તેથી તેમણે રાત્રે ઘરમાં જ કુંટુંબના સભ્યો સાથે જાગરણ કર્યું હતું.
જાણવા મળ્યું છે કે, રાત્રે 10 થી 2 વાગ્યાના સમયમાં રામોલમાં પાંચ ઇંચ જેટલો અતિભારે વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મુખ્ય હાઇવે અમદાવાદ-મહેમદાવાદ, રિંગરોડ પર પણ ભારી ભરાઇ જતા વાહનવ્યવહારને ભારે અસર થઇ હતી. કેટલીક સોસાયટીઓ-ચાલીઓમાં ઘરમાં પાણી ધૂસી ગયા હતા. નરોડાથી નારોલના પટ્ટામાં રાત્રે પડેલા ભારે વરસાદના લીધે ચારે તરફ પાણી ભરાઇ ગયા હતા. જેને લઇને લોકો માટે અવર-જવર કરવી મુશ્કેલ બની હતી તેમજ કેટલીક જગ્યાએ વાહનો પણ અટવાઇ પડયા હતા.
આ ઉપરાંત, ભારે વરસાદની સ્થિતિમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સરદારનગર વોર્ડમાં બે જગ્યાએ રોડ બેસી ગયા હતા. પૂર્વમાં 12 જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદ મ્યુનિ.કંટ્રોલ રૂમમાં આવી હતી. સામાન્ય વરસાદમાં જ્યાં દર વર્ષે પાણી ભરાઇ જાય છે તે તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
પૂર્વ અમદાવાદમાં કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદ મળી?
નિકોલમાં ગોપાલ ચોક, ઓઢવ સબ ઝોનલ કચેરી એએમસી, ઓઢવમાં મોમાઇનગર, વિરાટનગર સ્વામિનારાયણ નગર, વિરાટનગર જીવરાજપાર્ક ચાર રસ્તા, અજિત મીલ ચાર રસ્તા, ઓઢવ ફાયરબ્રિગેડ પાસે, વસ્ત્રાલ માધવ ગાર્ડન પાસે, વસ્ત્રાલ સુમિતનગર, ગોમતીપુર ફાયરબ્રિગેડ રોડ, અમરાઇવાડી સત્યમનગર શાકમાર્કેટ, ભાઇપુરા નેક્સા શો-રૂમ પાસે.
વિસ્તાર – વરસાદ મિ.મી.
વિરાટનગર 37.50, કોતરપુર 15.00, કઠવાડા 42.00, દૂધેશ્વર 08.00, વટવા 42.50, મણિનગર 35.50, મેમ્કો 46.50, દાણાપીઠ 33.50, ઓઢવ 42.00, નરોડા 47.50, ચકુડિયા 36.00, રામોલ 76.40, નિકોલ 0.50
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.