અચાનક જાહેર રસ્તા પર આવી પહોચ્યો વિશાળકાય એનોકોંડા- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Animals Venture ? (@animalsventure)

હાલ આવો જ એક સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. સાપ નાના હોય કે મોટા, તેમને જોઈને મોટાભાગના લોકો બીકથી કંપી જાય છે. તાજેતરમાં, સોસીયલ મીડિયા પર એનાકોન્ડા સાપનો એક વીડિયો વાયરલ થયો છે, જે પોતાની ધૂનમાં રસ્તો પાર કરી રહ્યો છે. જોકે, આ એનાકોન્ડા સાપને જોઈને અન્ય લોકોની હાલત પણ જોવા લાયક બની હતી.

વિચાર કરો કે, તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક સામેથી એક વિશાળ સાપ આવ્યો, તો તમે શું કરશો? અમને ખાતરી છે કે તમે ચાલતા હોવ કે કારમાં સવારી કરતા હોવ, રસ્તા પર આવું દ્રશ્ય જોઈને તમે રસ્તા પર જ થોભી જશો. આ વીડિયોને સોસીયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો બ્રાઝીલનો હોવાનું સામે આવ્યું છે.

જ્યારે વિશાળ એનાકોન્ડા સાપ કોઈ પણ ખચકાટ વગર બાજુમાંથી ડિવાઇડર તરફ જઈ રહ્યો છે, ત્યારે રસ્તા પર ચાલતા લોકો અને વાહનો અટકી જાય છે. આ વિશાળ સાપના કારણે આખા રસ્તા પર ટ્રાફિક જામ થઇ જાય છે અને લોકો આ સાપને રોડ ક્રોસ કરવાની રાહ જોઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં આ વાયરલ વિડીયોને 4 લાખ 20 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં લોકો આ વિશાળ સાપની પ્રશંસા કરી રહ્યા છે. મોટાભાગના લોકો આ એનાકોન્ડા સાપને જોઈને ખૂબ જ ખુશ હતા.કારણ કે એક એનાકોન્ડા સાપ માટે સમગ્ર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *