કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં ઓક્સીજન અને બેડની ભરે અછત સર્જાણી હતી જેમને કારણે બીજી લહેરમાં સરકાર નિષ્ફળ રહી હતી. જેમાંથી સરકારે બોધપાઠ લઈને ત્રીજી લહેર સામે કેવી રીતે લડવું તેમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા મત્તે સોમવારના રોજ ટાસ્ક ફોર્સની બેઠકમાં સરકારે આ અંગે ચર્ચા કરી હતી.
મળેલી બેઠકમાં કરવામાં આવેલી ચર્ચા મુજબ 3 દિવસમાં તૈયાર થયેલા અહેવાલને આધારે સરકાર ત્રીજી લહેર સામે મજબૂતાઈથી લડવાનો પ્લાન ઘડી રહી છે. જેને પગલે તમામ મેડીકલ સાધનો, ઓક્સીજન, બેડ, દવાઓ વગેરેની ખુબ જ ઓછા સમયમાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટેની સંપૂર્ણ રણનીતિ ઘડવામાં આવી છે, આ તમામ માહિતી સરકારી સુત્રો દ્વારા જાણવા મળી છે.
બીજી લહેરમાં નાકામ રહેલી સરકાર હવે ત્રીજી લહેરને કારણે સંક્રમણમાં વધારો ન થાય તે માટે રાજ્યમાં સવા દોઢ લાખ જેટલા બેડ ઉપલબ્ધ થઈ શકે તેવી યોજના ઘડવામાં આવી છે. આ સાથે મોટા સરકારી મકાનોમાં હંગામી ધોરણે હોસ્પિટલો ઉભી કરવામાં આવશે અથવા તો કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવશે અને કોવીડ સેન્ટરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. સાથે ઘડવામાં આવેલ રણનીતિ મુજબ જો બીજી લહેરના સંક્રમણને આધારે 80% જેટલા બેડ ભરાય ત્યાં સુધીમાં બીજા એટલા જ બેડની હંગામી ધોરણે સુવિધા કરવામાં આવશે.
રાજ્યમાં ઓક્સીજનની અછત ન સર્જાય તે માટે કાયમી ધોરણ માટે 700 ટન જેટલા જથ્થાની વ્યવસ્થા કરવામાં આવશે. જેનો ઉપયોગ ઈમરજન્સીમાં થશે. અત્યારે હાલમાં આ ઓક્સીજન રીઝર્વ બનાવવાનો નથી. કારણ કે રાજ્યમાં હાલ ઓક્સિજનની માંગ ખુબ વધુ છે જેથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થાય તે પછી જ આ યોજના પર કામ કરવામાં આવશે. ઓક્સીજનના કુલ જથ્થા ઉપરાંત આ જથ્થો હશે.
વેન્ટિલેટર્સથી લઈને દવાઓ, ઇન્જેકશનો, અન્ય સાધનો જરૂરિયાત સમયે ઉપલબ્ધ બની રહે તે માટે સરકાર એક નવી યોજના ઘડશે. તેની માટે અધિકારીઓ અને સપ્લાય કરતા નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. જેને લીધે કોઈ જગ્યા પર કઈ વસ્તુ ન ખૂટે અથવા તો તેમની અછત ન સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી ન થાય અને ય્પ્ગ્ય સમયે પુરતી સુવિધા મળી રહે.
તસ્ક ફોર્સના નિષ્ણાતોએ સરકારને જણાવતા કહ્યું છે કે બીજી લહેર જેવી સ્થિતિ ત્રીજી લહેરમાં ન સર્જાય તે માટે રસીકરણ કરવું ખુબ જરૂરી છે. જેને લીધે સરકાર સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં રાજ્યમાં રહેલી કુલ વસ્તીમાંથી અડધા લોકોને રસીકરણ આપવાનું પણ આયુજન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.