આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલ ફોટા તેરેત અલ-ઝોમોર હાઇવેનાં છે. તેરેત અલ-ઝોમોર હાઇવે(El-Zomor Highway)ને કિંગ સલમાન એક્સિસ(King Salman Axis) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઇજિપ્તના એક વિસ્તારમાં રહેણાંક ઇમારતોની એકદમ પાસે આવેલ છે. જયારે આ હાઇવે બિલ્ડીંગ સાથે જોડાયેલો હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, પ્રોજેક્ટની યોજના મુજબ આ હાઇવે રહેણાંક ઇમારતોથી અંદાજીત 50 સેન્ટિમીટર જેટલો દૂર છે.
જયારે આ હાઇવે એટલો નજીક છે કે, લોકો પોતાની બાલ્કની માંથી કૂદીને પુલ પર સરળતાથી જઈ શકે છે. તેમજ જો સંજોગો વસાત કોઈ અકસ્માત સર્જાય તો વાહન પલ્ટી ખાઈને સીધું કોઈપણના ઘરમાં પણ આવી શકે છે. જયારે આ પુલ એટલો નજીક બનાવવામાં આવ્યો છે કે, ત્યાના લોકો માટે આ ઉચ્ચ સ્તરના પ્રદૂષણનો ભાગ બની ગયો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાના લોકો નજીકના સ્થાનને જવા માટે આ હાઇવેને શોર્ટકટ તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે.
આ પુલને કારણે નીચેના ભાગવાળા ઘરોમાં સૂર્ય પ્રકાશ પણ પહોંચતો બંધ થઇ ગયો છે. ઉપરની બાજુમાં પુલ હોવાને કારણે તે લોકોને કુદરતી અજવાળા વગર રહેવું પડે છે. જયારે આ પુલને 12 કિલોમીટર લાંબો અને 65.5 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે. તેને બનાવવાની કિંમત અંદાજીત પાંચ અબજ ઇજિપ્તીયન પાઉન્ડ જેટલી થઇ છે જે લગભગ 317 મિલિયન ડોલર અથવા તો 2,300 કરોડ રૂપિયા જેટલી થાય છે.
જયારે ઇજિપ્તના ગૃહ મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રસ્તામાં આવી રહેલી દરેક ઇમારતો ખરેખર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ છે. પરંતુ જયારે પુલ બની જાય પછી તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. તેમજ રહેવાસીઓને વળતર તરીકે 250 મિલિયન ઇજિપ્તીયન પાઉન્ડની ફાળવવાની પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.