વિદ્યાર્થીઓ શાળામાં બરાબર નથી ભણી શકતા તો ઓનલાઈન કેવીરીતે ભણી અને સમજી શકશે?

શાળા શરૂ હોય તે દરમિયાન બ્લેક બોર્ડ પર બાળકોને ભણાવવામાં આવે છે. આમ છતાં પણ બાળક સમજી શકતું ન હોય તો ઓનલાઇનમાં બાળક શું ભણશે અને શું સમજશેકોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ શરૂ થયો છે તે બાળકોના ભવિષ્યના હિતમાં તાત્કાલિક બંધ કરવાની માંગણી ઉઠી છે.

જિલ્લા શિક્ષાધિકારીની કચેરી ખાતે આજે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ડીઇઓને રજૂઆત કરાઇ હતી કેધંધા-રોજગાર પડી ભાંગ્યા હોવાથી વાલીઓ ગત સત્રની ફરી ભરી શક્યા નથી. ત્યારે ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પર વધારોના આર્થિક બોજ શાળાઓ દ્વારા નાખવામાં આવ્યો છે. ત્રણ-ચાર દિવસથી વાલીઓ ફરિયાદો કરી રહ્યા છે કેસ્કૂલના સંચાલકો ઓનલાઇન શિક્ષણના નામે મોટી ફીની ઉઘરાણી કરી રહ્યા છે.

ઉઘરાણી કરવામાં રહી ગયેલા સ્કૂલ સંચાલકો ફી નહી ભરનાર વિદ્યાર્થીને પુસ્તકો નહી આપવાની કે સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી રહ્યા હોવાની પણ ફરિયાદો આવી રહી છે. આ માનસિક ત્રાસ અંગે વાલીઓ શિક્ષણાધિકારી કચેરી અને કલેકટર કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે પણ તેનો કોઇ ઉકેલ આવી રહ્યો નથી.

દરમિયાન શાળા રાબેતા મુજબ શરૂ હોય ત્યારે બ્લેકબોર્ડ ઉપર ભણાવાય ત્યારે બાળક બરાબર સમજી શકતું ન હોય તો ઓનલાઇનમાં શું ભણશે અને શું સમજશેઓનલાઇન શિક્ષણની સિસ્ટમ બાળકોના ભવિષ્યના હિતને ધ્યાને લઇ તાત્કાલિક બંધ કરવી જરૂરી છે. આ પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો ડીઇઓ કચેરી સામે આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *