શું ચાલી રહ્યુ છે દેશમાં? સુરતમાં સાવકા પિતાએ દીકરી સાથે આચર્યું દુષ્કર્મ

સુરતમાં દિન પ્રતિદિન બાળકીઓ સાથે દુષ્કર્મ ની ઘટનાઓમાં સતત વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા 15 દિવસ માં 3 દુષ્કર્મ ની ઘટનાઓ સામે આવી છે. ત્યારે માન દરવાજા વિસ્તારમાં ફરી એક વાર સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી હતી.

આ સમગ્ર ઘટના વિષેની માહિતી આપતા એસીપી પી.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ અજય સિરસાટ સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલાને અગાઉના પતિ થકી સંતાન માં 11 વર્ષ ની દીકરી અને એક પુત્ર છે. ગતરોજ મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. તેણી નો પતિ અને પુત્ર ઘરમાં એકલા જ હતા. દરમિયાન પિતા ની નજર તેની જ પુત્રી પર બગડી હતી. નરાધમ પિતા એ તેની 11 વર્ષની માસુમ દીકરીને પીખી નાખી હતી. આ ઘટના નજરે જોનાર તેના નાના દીકરાએ સમગ્ર હકીકત તેની માતા ને કહી હતી.

પુત્ર ની વાત સાંભળતા જ માતા ના પગ તળિયે થી જમીન સરકી પડી હત્તી. ઘરે પહોંચે તે પહેલા એ નરાધમ પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદ માં મહિલા તેની પુત્રી ને લઈ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. બીજી તરફ આ ઘટના ની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકી ના નિવેદન ના આધારે નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નરાધમ બાપ દ્વારા પોતાની જ પુત્રી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે મારી નાખવાની ધમકી મળતા બાળકી ચૂપ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *