WhatsApp વાપરતા લોકો માટે આવ્યા સારા સમાચાર- જાણીને થશે આનંદ

દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ગયા અઠવાડિયે ઘણાં નવા ફીચર લઇને આવ્યુ છે. KaiOS જેવી ઓપરેટિંગ સિસ્ટમ માટે Status અને WhatsApp વેબની માટે એનિમેટેડ સ્ટીકર, ડાર્ક મોડ સ્ટેટસ જેવા ફીચર લઈને આવ્યું છે. હવેથી સામાન્ય યૂઝર્સ માટે ‘QR code’નો સપોર્ટ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ સુવિધાની શરૂઆત થતા જ WhatsApp પર નંબર સેવ કરવાની પદ્ધતિ પણ સંપૂર્ણપણે બદલાઈ જશે.

કંપની થોડાં મહિનાઓથી આ સુવિધાનું ટેસ્ટીંગ કરી રહી છે. ઘણાં WhatsApp બીટા યૂઝર્સને તો ગયા વર્ષે જ આ વ્યવસ્થા મળી હતી. હવે તે ટૂંક સમયમાં જ બધા યૂઝર્સની માટે રજૂ કરવામાં આવશે. આ બાદ, બધા યૂઝર્સ પોતાનો એક અનોખો QR કોડ હશે, જે બીજાં વપરાશકર્તાઓ તેમના ફોનમાં નંબર સ્કેન અને સેવ કરી શકશે. તો, ચાલો જાણીએ, કે આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે.

WhatsApp દ્વારા યૂઝર્સને પ્રોફાઇલની બાજુમાં એક QR કોડ દેખાશે. આ કોડને જોવા માટે યૂઝર્સે એપ્લિકેશનના સેટિંગ્સ પર જવું પડશે, જ્યાંથી પ્રોફાઇલનું નામ અને પિક્ચરની સાથે જ આ કોડ પણ મળશે. જો, તમે QR કોડના આઇકોન પર ટેપ કરો છો, તો તે માય કોડ નામના ટેબમાં ખુલશે. તમે આ કોડને બીજાં લોકો સાથે પણ શેર કરી શકશો.

યૂઝર્સ ‘My code’ની બાજુમાં જ ‘Scan Code’ વિકલ્પ જોઈ શકાશે. આ દ્વારા, તમે ફોનનો કેમેરો ખોલશો, જેના લીધે તમે બીજા વપરાશકર્તાનો કોડ સ્કેન કરી શકશો અને તેમનો નંબર તમારાં ફોનમાં સેવ કરી શકશો. એટલે કે, તમારે હવેથી નંબર લખવાની પણ જરૂર રહેશે નહીં. આ સુવિધાની જાહેરાત ગયા સપ્તાહમાં પણ કરવામાં આવી હતી, પણ તે હજી તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ ન હતી. થોડા સમયમાં આ ફીચરને બધાં યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *