WhatsApp ને ધોળે દિવસે આવી ગયા અંધારા- આ ભૂલને લઈને ફટકાર્યો 19 અબજ 50 કરોડનો દંડ

લંડન: 89-પૃષ્ઠના સારાંશમાં આયરલેંડના ડેટા પ્રોટેક્શન કમીશનએ નિર્ણયની જાહેરાત કરી હતી. તેને કારણે યૂરોપીય સંઘના નાગરિકોને વોટ્સએપએ યોગ્ય રીતે માહિતી આપી નથી. તેમના પર્સનલ ડેટાને કેવી રીતે સાચવશો, જેમાં એ પણ સામેલ છે કે, વોટ્સએપ તે જાણકારીને પોતાની મૂળ કંપની સાથે કેવી રીતે શેર કરે છે. વોટ્સએપને પોતાની પહેલાંથી જ લાંબી પ્રાઇવેસી પોલિસીમાં અપડેટ કરવા અથવા બદલવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ કેવી રીતે યૂઝર્સને પોતાનો ડેટા શેર કરવા વિશે સૂચિત કરવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, તેને યૂરોપના જનરલ ડેટા પ્રોટેક્શન રેગુલેશનનું પાલનમાં કરાવવામાં આવશે. જે સૂચિત કરે છે કે, ટેક્નોલોજી કંપનીઓ યૂરોપીય સંઘમાં ડેટા કેવી રીતે એકત્ર કરે છે અને તેનો ઉપયોગ પણ કેવી રીતે કરે છે. મે 2018 માં જીડીપીઆર લાગૂ થયો હતો. તેમાં વોટ્સએપ તે પહેલી કંપનીઓમાંથી એક હતી. જેના પર નિયમન હેઠળ પ્રાઇવેસીના કેસ દાખલ નોંધવામાં આવ્યો હતો.

એક ઇમેલમાં વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ નિર્ણય વિરૂદ્ધ કંપની અપીલ કરશે. પ્રવક્તાએ જણાવ્યું છે કે, વોટ્સએપ એક સુરક્ષિત અને ખાનગી સેવા પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેને સુનિશ્વિત કરવા માટે કામ કર્યું છે કે, અમે જે જાણકારી આપીએ છીએ તે પારદર્શી અને વ્યાપક છે. એટલા માટે અમે આમ કરવાનું શરુ રાખીશું. અમે 2018 માં લોકોને પ્રદાન કરવામાં આવેલી પારદર્શિતાના સંબંધમાં આજનો નિર્ણયથી અસહમત છે.

2018 માં એક તપાસ સાથે ડીપીસીના નિર્ણય શરૂ થયો હતો. આ જીડીપીઆર નિયમો હેઠળ લગાવવામાં આવનાર બીજો સૌથી મોટો દંડ છે. અમેઝોન પર આ વર્ષે જુલાઇમાં યૂરોપીય સંઘના ગોપનીયતા કાનૂનોનું ઉલ્લંઘન કરવા માટે 887 મિલિયન ડોલરનો રેકોર્ડ દંડ ફટકાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *