સુરત: વરાછા વિસ્તારમાં રસ્તા ઉપર પડ્યો મસમોટો ભુવો, આઇસર ટેમ્પા ના બન્ને ટાયર ભુવા ની અંદર ફસાયા

આ વર્ષે રાજ્યમાં ખુબ જુ સારો વરસાદ પડ્યો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં રોડ-રસ્તા ધોવાય ગયા છે. મસમોટા ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા મારૂતિ ચોકમાં રસ્તા પર ભૂવો પડ્યો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા આઈસર ટેમ્પાના વ્હિલ ભૂવામાં ગરક થઈ ગયા છે. જેથી રસ્તા પર જ આઈસર ટેમ્પો ફસાઈ ગયો છે.

હવે તો વરસાદની સિઝનનો અંત પણ આવી ગયો છે તેમ છતાં રસ્તા પર ભૂવા પડતાં હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાલિકા દ્વારા ચોમાસા અગાઉ કે ત્યાર બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાનું લોકો કહી રહ્યાં છે. રસ્તાની સ્થિતિ પણ કથળેલી હોવાથી વહેલી તકે સારી કામગીરી કરવામાં આવે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યાં છે.

ગુજરાતમાં ચોમાસાએ વિદાય વેળાએ વરસાદ પડી રહ્યો છે. પરંતુ તંત્રની પોલંપોલ યથાવત રીતે જોવા મળી રહી છે. ચોમાસા દરમ્યાન સુરતના લગભગ મોટા ભાગના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા જેને લઈને અનેક વિરોધ પણ થયો હતો પરંતુ ચોમાસા બાદ પણ તંત્રની પોલ ખુલી રહી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મારુતિ ચોક પાસે રોડમાં ભૂવો પડ્યો હતો અને ત્યાંથી પસાર થઇ રહેલો આઈસર ટેમ્પો તેમાં ફસાઈ ગયો હતો.જેથી લોકો પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. આઈસર ટેમ્પાના બે ટાયર રોડમાં ધસી પડતા ટેમ્પો પુરેપુરો નમી ગયો હતો

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચુકી છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઘટનાને લઈને ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બીજી તરફ રોડમાં ભૂવા પડવાની વારંવાર બનતી ઘટનાને લઈને સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *