નાગ નાગણીની વાર્તાઓ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ.દંતકથાઓ છે કે નાગ-નાગણનાં જોડાં આમાંથી એક પણ મરી જાય તો બીજું પણ ત્યાં જ આવીને મરે છે. અથવા તો એકબીજાના મૃત્યુનો બદલો લે છે.ફિરોઝાબાદ માં નાગ નાગણ ને લઈ ને એવી એક ઘટના બની જેને લઇને હવે મરેલા સાપના જોડાની લોકો પૂજા કરી રહ્યા છે.
ફિરોઝાબાદના નગલાસુરજગામમાં લગભગ ચાર દિવસ પહેલા એક નાગ ચારો કાપવાના મશીન માં ફસાઈ ને કપાઈ ગયો હતો. જે ખેડૂતના મશીન માં ફસાઈને નાગ મળ્યો તે ખેડૂતે નાગને દફનાવ્યો ન હતો.
જે ખેડૂતના મશીનથી નાગ મર્યો તેનું નામ કિશન છે. કિશને જણાવ્યું કે તેણે નાગને ઝાડ સાથે લટકાવી દીધો હતો. ગામના લોકોએ જણાવ્યું કે નાગ નાગણ નું જોડું હતું, જોડા માંથી નાગ તો મરી ગયો પરંતુ નાગણ હજુ જીવતી હતી.
નાગ મર્યાના ચાર દિવસ બાદ મંગળવારે નાગણ પણ નાગના શબ આગળ આવી બેસી ગઈ. લોકોએ નાગણને જોઈને તેને પીવા માટે દૂધ રાખ્યું. પરંતુ નાગણે દૂધ ન પીધું કે ન કોઈને નુકસાન પહોંચાડ્યું.
નાગણ આખો દિવસ મરેલા નાગ ની બાજુમાં બેસી રહી. ક્યારેક આસપાસ ફરતી તો ક્યારેક શાંતિથી બેસી રહેતી. છેલ્લે આખો દિવસ વિતાવ્યા બાદ નાગણે નાગની નજીક જ દમ તોડી નાખ્યો.
નાગ નાગણ બંને મર્યા બાદ તે જગ્યા પર મોટી સંખ્યામાં ગ્રામીણ લોકો ભેગા થઇ ગયા. ત્યારબાદ ગામના લોકોએ બંનેને દફનાવી દીધા. હવે ગામના લોકો કહે છે કે નાગ નાગણ માટે જે જગ્યા ઉપર બંનેનું મૃત્યુ થયું ત્યાં જ નાનું મંદિર બનાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.