હાલ દરેકની નજર ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલ કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેની ઉપર છે. જ્યારથી મીડિયામાં નરેશ પટેલના પાર્ટીમાં જોડાવવાના સમાચારો ફરતા થયા છે, ત્યારથી દરરોજ એવીં ઘટનાઓ સામે આવી રહી છે કે, જે સંકેતો આપે છે કે નરેશ પટેલ ટૂંક જ સમયમાં રાજકારણમાં જોડાશે. ત્યારે આવી પરિસ્થીતી વચ્ચે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે, ‘નરેશ પટેલ સમાજના નામે રાજકારણ બંધ કરો.’
ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાએ નિવેદન આપ્યું છે કે, ‘દિલીપ સધાણી પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે.’ લ્પેશ કથીરીયા વધુમાં કહેતા જણાવે છે કે, ‘છેલ્લી બે-ત્રણ ટમથી પોતાની વિધાનસભા પણ જીતી શક્યા નથી અને મોટી લીડથી હારી રહ્યા છે, અને બીજા વ્યક્તિઓને સલાહ આપી રહ્યા છે કે, તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.’ વધુમાં કહ્યું હતું કે, ‘પોતે પાર્ટીના પટ્ટા પહેરીને ફરી રહ્યા છે ને બીજાને કહીં રહ્યા છે કે, રાજકારણ ના કરવું જોઈએ.’
હાર્દિક અને નરેશ પટેલની તુલના પર અલ્પેશે શું કહ્યું…
દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, જો નરેશ પટેલ રાજકારણમાં આવશે તો, હાર્દિક પટેલ જેવી પરિસ્થિતિ થશે. આ અંગે લ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, ‘હાર્દિક સાથે જે સરખામણી કરી છે તેનું કોઈ સ્થાન જ નથી. હાર્દિક ભાઈ અલગ વ્યક્તિ છે અને તેમનું કાર્ય અલગ છે તેમ જ નરેશ ભાઈ અલગ વ્યક્તિ છે અને તેમનું પણ કાર્ય અલગ છે.’ અલ્પેશ પટેલે હાર્દિક અને દિલીપ સંઘાણીની તુલના કરતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોઈ ચુંટણી લડ્યા પણ નથી ને કોઈ હાર્યા પણ નથી, જ્યારે દિલીપ સંઘાણી કેટલી ચુંટણીઓ લડ્યા પણ છે અને દરેક ચુંટણી હાર્યા પણ છે.’
મીડિયામાં આવવા મથી રહ્યા છે…
વધુમાં અલ્પેશે જણાવતા કહ્યું હતું કે, ‘આવી વિવાદિત ટિપ્પણીઓ કરીને માત્રને માત્ર મીડિયામાં સામે આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.