હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. જે ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી રાજકોટમાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.
ગુજરાતને ભારતમાં વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યુ છે પણ છેલ્લા કેટલાક સમયથી અગર ગુનાખોરીનું પ્રમાણ જોવામાં આવે તો ગુજરાત પણ મહિલા વિરોધી ગુનાઓમાં ગાંજ્યુ જાય એવુ નથી રહ્યુ. વડોદરા સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને હજુ ન્યાય નથી મળ્યો. હજુ ગુનેગારો આઝાદ છે એવામાં ગઈકાલે મહેસાણામાં એક બાળકીને શાળાએથી જબરજસ્તી ઉપાડી જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ તો વળી બનાસકાંઠામાં પરમદિવસની સાંજે ગોઝારુ કૃત્યુ થયુ હતુ. ફરીથી રાજકોટમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ફરી વખત એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમા એક 25 વર્ષની યુવતી દુષ્કર્મનો શિકાર બની છે. યુવતીએ આક્ષેપ કર્યા છે કે, આરોપીએ તેને ખોટી ઓળખ અને નામ આપીને તેની સાથે મિત્રતા કેળવી અને બાદમાં તેને ચોટીલા લઈ જઈને ત્યા તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સાથે જ યુવતીએ એમ પણ કહ્યું છે કે, આરોપીએ તેને પીએસઆઈ બનવાની લાલાચ આપી અને બાદમાં તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા. જોકે આ સમગ્ર મામલે પોલીસે દુષ્કર્મી યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ યુવતીના બિભત્સ ફોટા પાડ્યા હતા અને બાદમાં તે વાઈરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
હવે વિચારવાનું એ રહ્યું છે કે, રાજકોટમાં ફરી વખત થયેલ દુષ્કર્મની ઘટનામાં પછી 25 વર્ષની યુવતિના આરોપીઓને સજા કરવામાં આવશે કે નહીં. શું આ યુવતીને પણ હૈદરાબાદ જેવો ન્યાય મળી શકશે કે નહીં. આરોપીઓએ યુવતીને આઇપીએસ બનવાની લાલચ આપીને બે લાખ રૂપિયા પડાવ્યા છે. શું તે યુવતીને પાછા મળશે કે નહીં?
આવા ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. તો વળી કેટલાક લોકો પૂછી રહ્યા છે કે, દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.