અમેરિકાને કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારત પાસેથી હાઇડ્રોક્સીકલોરોકવીનની જરૂર હતી ત્યારે આ કપરા કાળમાં ભારતે તેની મદદ કરી છે, ત્યારે બન્ને દેશો વચ્ચે ટ્વીટર એક મોટો મુદ્દો બની ગયો છે. વ્હાઈટહાઉસે ટ્વીટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ સહિત અન્ય ભારતીય ટ્વીટર હેન્ડલોને અનફૉલો કરી દીધા, જેના પર ભારતમાં અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હવે વ્હાઈટ હાઉનસે સમગ્ર વિવાદ પર સ્પષ્ટતા કરી છે.
વ્હાઈટ હાઈસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈ દેશની યાત્રા પર જાય છે, ત્યારે વ્હાઈટ હાઉસ તરફથી તે દેશોના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટને ફૉલો કરવામાં આવે છે. ફેબ્રુઆરીના અંતમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા, ત્યારે જ વ્હાઈટ હાઉસે વડાપ્રધાન મોદી સહિત અન્ય ટ્વીટર હેન્ડલને ફોલો કર્યા હતા.
વ્હાઈટ હાઉસ માત્ર અમેરિકન સરકાર સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાઓના જ ટ્વીટર હેન્ડલ ફૉલો કરે છે, પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ કોઈ દેશના પ્રવાસે જાય, ત્યારે આ દરમિયાન તે દેશના પ્રમુખને ફૉલો કરવામાં આવે છે. જેથી સંદેશની સતત આપલે થઈ શકે અને રી-ટ્વીટ કરી શકાય. આ વ્હાઇટ હાઉસની એક રૂટિન પ્રોસેસ છે.
જણાવી દઈએ કે, વ્હાઈટ હાઉસ દ્વારા થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, PMO, ઈન્ડિયન હાઈકમિશન અને ભારતમાં અમેરિકન દૂતાવાસ જેવા ટ્વીટર હેન્ડલને ફોલો કર્યા હતા. વ્હાઈટહાઉસ દ્વારા ફોલો કરવામાં આવતા આ એકમાત્ર વિદેશી ટ્વીટર હેન્ડલ હતા, પરંતુ બુધવારે આ તમામ ટ્વીટર હેન્ડલને અનફોલો કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ભારતમાં વિવાદ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news