મહારાષ્ટ્ર અને ગુજરાત થી ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રવાસી મજૂરો આવવાનો સીલસીલો ચાલુ થઈ ચૂક્યો છે. પરંતુ રેલવે ટીકીટ એ હોબાળો મચાવી દીધો છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે મજૂરો પાસેથી મુસાફરીના પૈસા લેવામાં નથી આવી રહ્યા. 85% ખર્ચો કેન્દ્ર ભોગવશે અને 15% ખર્ચો રાજ્ય માથે છે. ગુજરાત અને યુપીમાં બીજેપી સરકાર છે, આમ છતાં અહીંના મજૂરો પાસેથી પૈસા લેવામાં આવ્યા. આવામાં સવાલ ઉભો થાય છે કે અહીંના મજૂરો પાસેથી પૈસા કોણે લીધા?
ગુજરાતના નડીયાદ થી ઉત્તરપ્રદેશના ગોરખપુર માં મજૂરોનું એક ગ્રુપ આવ્યું. ખેડા જિલ્લામાં ફસાયેલા 1134 મજૂરોને સાબરમતી ગોરખપુર વિશેષ ટ્રેન થી રવાના કર્યા હતા. આરોપ છે કે મજૂરો પાસેથી રેલ્વે ટીકીટના નામે ૬૦૦થી ૭૦૦ રૂપિયા વસુલવામાં આવ્યા છે. ભાડુ લેવામાં આવેલ હોવાથી મજૂરો નારાજ છે. તેમનું કહેવું છે કે પાછલા ૪૦ દિવસોથી ફેકટરીના માલિકો દ્વારા ખાવા-પીવાનો કોઈ બંદોબસ્ત કરવામાં આવ્યો નથી.
ગુજરાત થી લખનઉ પહોંચેલા પ્રવાસી ઓમ પ્રકાશ નું કહેવું છે કે, હું વડોદરા થી આવ્યો છું. હું ડિસેમ્બરમાં ગયો હતો, જયારે લોકડાઉન ની ઘોષણા થઈ ત્યારબાદ બે-ત્રણ દિવસમાં બધા જ આવવા મંડયા, તો અમે પણ નીકળી ગયા. કારણકે ત્યાં ખાવા પીવાના ફાંફા હતા. પોલીસવાળાએ પકડી લીધા અને ક્વારન્ટાઇન કરી દીધા. ત્યાં અમારી તપાસ થઈ અને અમને 35 દિવસ રાખવામાં આવ્યા. હવે અમારી પાસેથી 555 રૂપિયા રેલવે ટીકીટ લઈને અમને લખનઉ પહોંચાડવામાં આવ્યા.
ઓમ પ્રકાશ ની જેમ જ વડોદરા થી આવેલ તિલક ધારી એ કહ્યું કે તે વડોદરામાં ફેબ્રીકેશન નું કામ કરતો હતો. જ્યારે લોકડાઉન થયું તો હું ત્યાંથી નીકળી ગયો, પરંતુ પોલીસવાળાએ પકડી લીધો અને ક્વારન્ટાઇન કરી દીધો. ટ્રેનમાં એકવાર ખાવા-પીવાનું મળ્યું. મેં 500 રૂપિયાની ટિકિટ લીધી હતી. તિલક ધારી ની જેમ જ અજયનું પણ કહેવું છે કે તેણે 555 રૂપિયાની ટીકીટ લઇ ને કાનપુર પહોંચાડવામાં આવ્યો.
હવે આમાં સવાલ ઉભો થાય છે કે મજૂરો પાસેથી પૈસા કોણે લીધા? લખનઉમાં પ્રવાસની મજુર ના નોડલ અધિકારી સુશીલ પ્રતાપ સિંહનું કહેવું છે કે, ગુજરાતથી આવેલા મજૂરોને નગર નિગમ તરફથી ભોજન આપવામાં આવ્યું. દરેક લોકો માટે બસ સેવા નિશુલ્ક છે. જેટલાં પણ યાત્રી આવ્યા તેમને પોતાના વતન સુધી મફત પહોંચાડવામાં આવ્યા. પરંતુ, તેઓ ટિકિટના પૈસા કોણે લીધા તે સવાલનો જવાબ આપી રહ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news