જાણો બ્રિટનના ગૃહ મંત્રી બનેલ, મૂળ ભારતીય પ્રીતિ પટેલ કોણ છે

આમ જુઓ તો ગુજરાતી વિશ્વના દરેક ખૂણા પ્રસરી ગયા છે. ગુજરાતીઓ ગુજરાતનું તેમજ ભારત નું નામ વિશ્વના દરેક ખૂણે ગુંજાવી રહ્યા છે. ત્યારે મૂળ ભારતીય પ્રીતિ પટેલ ગુજરાત તેમજ ભારતનું નામ આખા વિશ્વમાં ઊંચું કર્યું છે.

તમને જણાવી દઈએ કે બુધવારે બોરીસ જોન્સન બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા. પ્રધાનમંત્રી તરીકે બોરીસ જોન્સન નિમણૂક મહારાણી એલિઝાબેથ દ્વિતીય એ કરી છે. પ્રધાનમંત્રી બનનાર બોરીસ જોનસને પોતાના મંત્રીમંડળની પણ રચના કરી છે. આમાં નવાઈ અને ગૌરવની વાત એ છે કે મૂળ ભારતીય મહિલા એવા પ્રીતિ પટેલ બ્રિટનમાં જોન્સનના કેબિનેટમાં ગૃહમંત્રી તરીકે નિમણૂક થયા છે.તમને એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાનના સાજીદ ઝવેદ ત્યાના નાણા મંત્રી બન્યા છે.

જોનસનના કેબિનેટમાં સ્થાન મેળવી પ્રીતિ પટેલ બ્રિટનના ગૃહમંત્રી તરીકે પ્રથમ ભારતીય મહિલા નિયુક્ત થઈ છે. તમને જણાવી દઈએ કે પ્રીતિ કન્ઝર્વેટીવ પાર્ટીના નેતૃત્વ માટે બેક બોરીસ અભિયાન ની મુખ્ય સભ્ય હતી.સુત્રોની વાત માનીએ તો એમને કેબિનેટમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે.

અહી ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા પ્રીતિ પટેલને કોઈ વિવાદને લઈને ટેરીઝા સરકારમાંથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.પરંતુ સરકારમાં એમની શાનદાર વાપસી થઇ ગઈ છે.મને જણાવી દઈએ કે નવેમ્બર ૨૦૧૭ માં પ્રીતિએ ઈઝરાઈલના અધિકારીઓ સાથે ખાનગી બેઠક કરીને રાજકીય પ્રોટોકોલનું ઉલ્લાન્ગન કર્યું હતું.ને એના લીધે એમને આંતરરાષ્ટ્રીય વિકાસમંત્રીના રૂપમાં રાજીનામું આપી દેવું પડ્યું હતું.

પ્રીતિ પટેલ વિષે મહત્વની વાત કરીએ તો ૪૭ વર્ષની પ્રીતિ પટેલ પહેલા વર્ષે વીટહૈમ થી ૨૦૧૦ માં સાંસદ તરીકે ચૂંટાઈ હતી.તમને જણાવી દઈએ કે ૨૦૧૫ અને ૨૦૧૭ માં પણ પ્રીતિ આજ સીટ થી જીતીને ચૂંટાઈ આવી હતી.પ્રીતિ ડેવિડ કેમરાન સરકારમાં રોજગાર રાજ્યમંત્રી રહી ચુકી છે.એમના માતાપિતા મૂળ ગુજરાતના છે.જે યુગાન્ડામાં રહેતા હતા અને ૬૦ ના દસકામાં બ્રિટન આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *