સુરત(ગુજરાત): સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસના જવાનો અને વાહન ચાલકો વચ્ચે સતત ઝઘડાની ઘટનાઓ સામે આવી રહી છે. ગાડી પાર્ક કરવા બાબતે જ્યારે ટ્રેનમાં ટ્રાફિક જવાનો લઈ જતા હોય છે ત્યારે વાહન ચાલકોની અને પોલીસ વચ્ચે મોટાભાગે માથાકૂટ થતી હોય છે. તેવી જ રીતે માસના દર ને લઈને પણ વારંવાર ઘર્ષણની ઘટના બની રહી હતી.
રીંગ રોડ વિસ્તારમાં વાહન ચાલકે પોતાનું વાહન અંદર પાર્ક કર્યા બાદ ટ્રાફિક પોલીસ દ્રારા વાહનને ટ્રો કરતા ભારે માથાકુટ થઇ હતી. પોલીસ જવાન અને વાહન ચાલક વચ્ચે મારામારી થઈ ગઈ હતી. લોકોનું ટોળું ભેગું થઈને પોલીસની કામગીરીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ વાનમાં વાહન ચાલકને બેસાડતા લોકોએ હોબાળો મચાવી લીધો હતો. વાહનચાલકે જ્યારે જોયું કે, ટ્રાફિક જવાનો ટોઇંગ ક્રેનમાં તેની ગાડી ઊંચકીને જઈ રહ્યા છે ત્યારે તે પોતાની ગાડીને નીચે ઉતારવા માટે મથામણ કરતો હતો.
ટ્રેનની નીચે પોતાની ગાડી ઉતારવા માટે તે સતત પોલીસ સાથે વાતચીત કરતો હતો. મળતી માહિતી અનુસાર, ટ્રાફિક જવાનો દ્વારા ખોટી રીતે તેની પાર્ક કરેલી ગાડી ઉઠાવવામાં આવી રહી હતી. જ્યારે મોટરસાયકલ ચાલકે પોતાની ગાડીને ક્રેનની નીચે ઉતારવાનું શરુ કર્યું ત્યારે પોલીસે તેને રોકી લીધો હતો. ત્યારબાદ તેને પીસીઆર વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ અને વાહન ચાલક વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી.
વાહનચાલક સતત બોલી રહ્યો હતો કે, તેની ગાડી ખોટી રીતે ટ્રાફિક જવાનો દ્વારા ઉપાડવામાં આવી છે. ટ્રાફિકના જવાનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ થતા આસપાસના લોકોનું ટોળું ભેગું થાય ગયું હતું. પોલીસની આ કામગીરીને આસપાસના લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું. આખરે પોલીસે વાહન ચાલકને પીસીઆર વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો અને તેની મોટરસાયકલને ટોઇંગ ક્રેઈનમાં લઈ જવાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.