ભારત સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવતા દેશમાં ડુંગળીની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. ભારતની રાજધાની દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં 80 રૂપિયે કીલો વેંચાતી ડુંગળી આજે 30 રૂપિયે કિલો મળી રહી છે. દેશના ખેતી બજારમાં ડુંગળીની આવક પણ સતત વધી રહી છે.
જેના કારણે આવનારા દિવસોમાં હજી ડુંગળીની કિંમતમાં ઘટાડો થવાની પૂરે-પૂરી શક્યતા છે. ભારતે નિકાસ બંધ કરતા શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશમાં ડુંગળીની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહી છે.
ભારત સરકારે ગઈ કાલે ડુંગળીની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ડુંગળીની નિકાસ પર તાત્કાલિક રોક લગાવી હતી. જેથી દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. અને દરેક ઘર જે ડુંગળી ખાય છે તે દરેક લોકો ડુંગળીને ખરીદી શકે.ભારત સરકારના આ કામથી 80 રૂપિયામાં મળતી ડુંગળી આજે 30 કરતા પણ ઓછા રૂપિયે મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.