શા માટે ઘરે જવા માટે ઉતાવળા થઈ રહ્યા છે ગરીબ મજૂરો? સામે આવી પાંચ સમસ્યાઓ

દેશમાં મજૂરોની દિનચર્યા કોઈ થી અજાણ નથી. રોજ કમાવવું અને રોજ ખાવું.જો એક દિવસ કામ પર નહીં જાય તો એક દિવસનું કામ ન મળ્યું તો પછી તે દિવસે પેટ કેવી રીતે ભરાશે તે સમસ્યા સામાન્ય છે. પરંતુ હાલ મજૂરોને સામે મુશ્કેલીઓ નો પહાડ છે.તમામ વસ્તુઓ એકવીસ દિવસ સુધી બંધ એટલે કે 14 એપ્રિલ સુધી આવી જ સ્થિતિ રહેશે,જેનાથી તેમનો ડર હવે બેચેનીમાં બદલાઈ ગયો છે અને વગર કશું વિચારી એ ઘર માટે નીકળી પડ્યા છે. આવો જાણીએ તેમની સામે પાંચ મોટી સમસ્યાઓ શું છે?

1. રોજીરોટીનું સંકટ

દેશભરમાં lockdown ના કારણે તમામ વસ્તુઓ બંધ છે અને આ બંધ 14 એપ્રિલ સુધી રહેશે.મજૂરોને લાગી રહ્યું છે કે એકવીસ દિવસ સુધી વગર કોઈ કામે શહેરોમાં દિવસ વિતાવવા મુશ્કેલ પડશે. જો કોઈ આજે ખાવાનું થઈ રહ્યું છે કાલે દેશે કે નહીં તેમનો ડર સતાવી રહ્યો છે. જે મકાન નું ભાડું તેઓ ફરી રહ્યા છે તે ભાડું આગળ જતાં તેઓ કેવી રીતે દેશે.આ ઉપરાંત તેમની પાસે થોડી ઘણી બચત છે તેઓ પોતાના લોકો વચ્ચે જઇને ખર્ચ કરવા માંગે છે કારણ કે દિલ્હી મુંબઈ જેવા શહેરોમાં તેમના બચેલા પૈસા પાંચ દિવસમાં જ વપરાઈ જશે.

2. મોંઘી થતી ખાવા-પીવાની ચીજવસ્તુઓ

lockdown ના કારણે જરૂરી ચીજ વસ્તુઓ સપ્લાય ઉપર અસર પડી છે જેના કારણે લોકો કાળા બજારનો સામનો કરી રહ્યા છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થઇ રહી છે, દુકાનદારો નું કહેવું છે કે વસ્તુઓ આગળથી જ મોંઘી આવી રહી છે. ખાસ કરીને લોટ તેલ ના ભાવ વધારે લેવામાં આવી રહ્યા છે.કેટલાક નાના દુકાનદારો આ lockdown નો ખોટી રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે જ્યાંથી ગરીબ મજૂરો દરરોજ નો સામાન ખરીદે છે. ભલે સરકાર કહી રહી છે કે સપ્લાય સામાન્ય છે પરંતુ હકીકત અલગ છે.

3. સરકારી જાહેરાત એ અપાવી ઘરની યાદ

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે lockdown દરમિયાન મજૂરોને ડરવાની જરૂર નથી.દરેક ગરીબ વ્યક્તિને આગળના ત્રણ મહિના સુધી પાંચ કિલો ચોખા કે ઘઉં અને એક કિલો દાળ મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત જનધન ખાતામાં આગળના ત્રણ મહિના સુધી 500 રૂપિયા દર મહિને નાખવામાં આવશે. સરકારના એલાન બાદ ગરીબ પરિવારો શહેરમાંથી પોતાના ગામડાઓ તરફ જઈ રહ્યા છે.જેમને ગામમાંથી રેશન મળે છે અને જન ધન ખાતા ગામમાં છે તેવા લોકો ગામડાઓ તરફ પલાયન થઈ રહ્યા છે. તેઓને લાગી રહ્યું છે કે જો તેઓ શહેરમાં રહેશે તો મફતમાં આ જ નહીં મળી શકે કારણ કે શહેરમાં તેમનું રેશનકાર્ડ નથી.

4. શહેરોમાં માહોલ વધારે કડક

દિલ્હી મુંબઈ જેવા મોટા શહેરોમાં lockdown ને કડકાઈથી લાગુ કરવામાં આવી રહ્યો છે.કારણકે કોરોનાવાયરસ ના વધારે કેસો હજુ મોટા શહેરોમાં જ સામે આવ્યા છે.નાના શહેરો અને કસ્બાઓમાં lockdown ઓપાલન થઈ રહ્યું છે પરંતુ મોટા શહેરોની સરખામણીમાં જગ્યાએ જગ્યાએ પોલીસ નથી ઉભી રહેલી. મજૂરોને લાગે છે કે ગમે તે રીતે તે પોતાના ઘરે પહોંચી જાય પછી વિચાર છે કે આગળ શું કરવું. ગામમાં જઈને ખેતીવાડી કરી આગળના થોડાક દિવસો માટે તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે.મોટા શહેરોમાં સરકાર મફત ખાવાનું આપવાની વાત કરી રહી છે પરંતુ તે ક્યાં મળી રહ્યું છે અને ત્યાં સુધી મળશે તેની કોઈ ખબર નથી. કારણ કે પોલીસ રસ્તા ઉપર નીકળવા નથી થઇ રહી તો પછી કેવી રીતે સરકારી મદદ તેઓને મળશે.

5. મહામારીની માર અને પરિવારજનોની યાદ

લોકો ઘર-પરિવાર છોડીને મોટા શહેરોમાં રોજીરોટી માટે જાય છે. હવે જ્યારે રોજીરોટી નથી તો પછી તેઓ માટે શહેરમાં રહેવું શું કામનું.આજે દરેક વ્યક્તિ પાસે ફોન છે અને જ્યારે તે પોતાના ઘરવાળા સાથે વાત કરે છે તો તેઓ ચિંતામાં પડી જાય છે. જનરલી પરિવારજનો કહે છે કે ઘરે આવી જાઓ પછી જોઈ જશે. મોટા શહેરોમાંથી મજૂરોની નીચે હટ પાછળ એક વાત એ પણ છે કે તેમને લાગે છે કે આ મોટા શહેરોમાં આ સમયે તેમની મદદ કરનાર કોઇ નથી. ગામડે પહોંચી જઈશું તો પરિવાર અને સમાજ નો સાથ મળી જશે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *