હાલ સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો એક વિડીયો વાયરલ થયો છે. સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીને જાતે રેમડેસિવિરનું ઇન્જેક્શન આપતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો પર ચર્ચા ચાલી રહી છે કે, કોરોના દર્દી ભાજપના નેતા માટે મજાક સમાન છે. જાણવા મળ્યું છે કે, વી.ડી.ઝાલાવાડિયા ધોરણ 5 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળતી નથી.
કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ એ જણાવ્યું છે કે, “હાલ મેડિકલ તેમજ પેરા મેડીકલ સ્ટાફનો અભાવ છે, અને જે થોડા ઘણા ફરજ પર છે એ અતિ કાર્યબોજથી થાક્યા છે. ત્યારે 5 ચોપડી ભણેલા ઝાલાવડીયામાં અનુકંપાથી એક ડોક્ટરનો આત્મા માન. ધારાસભ્યશ્રીમાં પ્રવેશીને જન્મેલા એક ડોક્ટરને અભિનંદન આપવા જોઈએ. 4 ચોપડી ભણેલા આરોગ્યમંત્રી અને 5 ધારાસભ્યશ્રીથી મેડીકલમાં પ્રવેશ નહી મળતા હતાશ થનાર વિધ્યાર્થીઓએ પ્રેરણા લેવી જોઈએ.
શ્રી ઝાલાવડીયાએ ધોરણ 12 અને સાડા ચાર વરસ એમ.બી.બી.એસના એમ કુલ સાડા સોળ વર્ષ અભ્યાસના બગાડ્યા સિવાય માત્ર પાંચ ધોરણના અનુભવને કોવીડ ડ્યુટીમા જે રીતે પરોવ્યો એ કાબીલે દાદ છે. સી.આર.પાટીલજી દ્વારા શ્રી વી. ડી. ઝાલાવડીયાની અધ્યક્ષતામાં એક કોવીડ કાર્યશાળા શરૂ કરવામાં આવી છે. જેનાથી તમામ પેજ પ્રમુખોને પ્રશિક્ષિત કરવા જોઈએ.
વી.ડી. ઝાલાવાડિયાએ સ્વિકાર્યું હતું કે, કામરેજ વિધાનસભા બેઠકના વિસ્તારમાં શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં 2 દિવસ અગાઉનો આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોતે રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને આપતા જોવા મળે છે. તેમણે કહ્યું કે, ઇન્જેકશન આપવામાં કંઈ ખોટું નથી. મને ડોક્ટરે જ કહ્યું કે, તમે ઇન્જેક્શન આપી દો, એટલા માટે મે ઇન્જેક્શન આપી દીધું છે. દર્દીને મે ઇન્જેક્શન આપ્યું તેમાં શું ફરક પડવાનો છે. દર્દીને ઇન્જેકશન આપવું કાંઈ ખોટું નથી.
વી.ડી. ઝાલાવાડિયાએ જે રીતે બેફિકરાઈથી જવાબ આપ્યા છે તેના પરથી તેમની કોરોના સંક્રમણ દર્દી સાથેની સંવેદનશીલતા છતી થઇ રહી છે. જ્યારે સામેવાળી વ્યક્તિ તેમને કોઈ કામ કરવા માટે કહે છે ત્યારે સામાન્ય રીતે ધારાસભ્યોનો અહમ તરત જ ભરાઇ જાય છે. પરંતુ તેઓએ જવાબ આપ્યો કે, ડોક્ટરે તેમને કહ્યું એટલા માટે તેમણે આપ્યું છે.
કોઈ ડોક્ટર ધારાસભ્યને આ પ્રકારની વાત કરે તે ગળે ઊતરે તેમ નથી. કદાચ પોતાનો બચાવ કરવા માટે ડોક્ટર ઉપર આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માની લઈએ કે, ડોક્ટરે તેમને કીધું પણ હોય પરંતુ તેમણે પોતે ધારાસભ્ય તરીકે એટલી તો જાણકારી તો હોય કે દર્દીને આ રીતે તેઓ ઇન્જેક્શન આપી શકે નહી.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.