ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચનનું નામ તો કોણે ન સાંભળ્યું હોય. તમને પણ ઘણીવાર એવો વિચાર આવતોજ હશે કે, શાં માટે અવારનવાર TV પર ‘સૂર્યવંશમ’ ફિલ્મ દેખાઈ રહી છે ત્યારે હાલમાં આને લઈ એક જાણકારી સામે આવી છે. અમિતાભ બચ્ચનની યાદગાર ફિલ્મ “સૂર્યવંશમ” રિલીઝ થયા એને હાલમાં 21 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે.
21 મે વર્ષ 1999 નાં રોજ રિલીઝ થયેલ આ ફિલ્મનાં સૌથી વધારે જોક્સ અને મીમ્સ બનાવવામાં આવ્યા છે, તેનું એક કારણ છે કે, TV પર તેને અવારનવાર દેખાડવામાં આવે છે. આ ફિલ્મ TV પર એટલી વાર આવી છે કે, હવે તો લોકો ને હીરા ઠાકુર, રાધા, ગૌરી, ભાનુપ્રતાપ બધાના નામ ગોખાઇ ગયા છે.
જો કે, ખુબ ઓછા લોકો જાણતા હશે કે, આ ફિલ્મ TV પર આટલી બધી વખત શાં માટે દેખાડવામા આવે છે? આ ફિલ્મને વારંવાર દેખાડવાનુ એકમાત્ર કારણ એ છે કે, એને રિલીઝ થયાને એ જ વર્ષે સોની ટી.વીએ મેક્સ ચેનલ ને લોન્ચ કરી હતી એટલે કે, ફિલ્મ તથા ચેનલ બંને એક જ વર્ષમા આવ્યા હતાં.
બીજું કારણ તો એ છે કે, આ ચેનલે ફિલ્મના 100 વર્ષ સુધીના રાઇટ્સ ખરીદી લીધા છે એટલે કે, તેઓ વારંવાર આ ફિલ્મ દેખાડે છે. અહીં નોંધનીય છે કે, આ ફિલ્મમાં અમિતાભ ડબલ રોલમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ ઈન્ડિયન મૂવી ચેનલ પર સૌથી વધારે ટેલીકાસ્ટ થનારી ફિલ્મ છે. ગામડાંઓમાં લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.
આ ફિલ્મને 18 વર્ષ પૂર્ણ થતા અમિતાભ બચ્ચને પોતે ટ્વીટ કરીને ફિલ્મની પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મની લીડ અભિનેત્રી સૌંદર્યા રઘુ એટલે કે રાધા હાલમાં દુનિયામાં નથી. 17 એપ્રિલ વર્ષ 2004માં એક પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાતાં તેમનુ નીધન થયું હતું.
વર્ષ 1992 માં ફિલ્મ ‘ગંધર્વા’ થી ઈન્ડસ્ટ્રીમા પગ જમાવ્યા હતા. આની સિવાય તેમણે કન્નડ, તેલ્લુગુ, તમિલ અને મલયાલમ જેવી ભાષાઓમાં પણ કુલ મળીને 100 કરતા પણ વધારે ફિલ્મોમા કામ કર્યું છે. તેમને સાઉથ ફિલ્મફેર અવોર્ડ્સ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
“સૂર્યવંશમ” તમિળ ફિલ્મની હિંદી રીમેક હતી. ત્યારપછી આ ફિલ્મની કહાની પર ફક્ત 3 વર્ષમાં કુલ 4 ફિલ્મો બની હતી. આ ફિલ્મમાં સૌપ્રથમ તો બાપ-દીકરા ના અભિનય માટે અમિતાભની સાથે અભિષેકને લેવાના હતા પણ ત્યારપછી બન્ને અભિનય અમિતાભે જ ડબલ રોલ કર્યો હતો.
આ ફિલ્મમાં અમિતાભનો કપાળ પર તિલકવાળો લુક લોકોને એટલો પસંદ આવ્યો હતો કે, વર્ષ 2000 ની “મહોબ્બતે” તથા સાઉથ ની ફિલ્મ “સઈરા નરસિમ્હા રેડ્ડી” મા પણ તેમનો આ જ લુક રિપીટ કરવામા આવ્યો હતો. ત્યારના સમય માં આ ફિલ્મ “સૂર્યવંશમ” નુ બજેટ ફક્ત 7 કરોડ રૂપિયા હતું જયારે એની કમાણી કુલ 13 કરોડ રૂપિયા હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle