ડાયમંડ સીટી સુરત હવે ક્રાઈમ સીટી બનતું જાય છે. સુરતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી છે. ગત ૨૪ કલાકમાં ત્રણ હત્યાની (Surat Murder) ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં મેઈન રોડ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે.
રવિવારે સુરતના સહારા દરવાજા નજીક ક્વીન્સ ટાવરની પાછળની ઝૂંપડપટ્ટીમાં રવિવારે છ લોકોએ વિધવાને છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક મહિલાનો આરોપી સાથે વિવાદ થયો હતો, ત્યારબાદ તેણે તેના પાંચ મિત્રો સાથે મળીને મહિલા પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જેની પોલીસ શોધ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, સહારા દરવાજા પાસે ક્વીન્સ ટાવરની પાછળ રણછોડ કુકન (54) વિધવા માતા ગૌરીબેન સાથે રહે છે અને દૈનિક વેતન મજૂરી કામ કરે છે. ગૌરીબેને થોડા દિવસો પહેલા તે વિસ્તારમાં રહેતા મચ્છર ઉર્ફે તરુણ સાથે ઝઘડો કર્યો હતો. આ અંગે રવિવારે સાંજે ગૌરીબેન મચ્છર ઉર્ફેને સમજાવવા ગયા હતા.
મચ્છર અને ગૌરીબેનની દલીલ સમજાવતી વખતે મચ્છર ગુસ્સે થયો અને તેના મિત્રો યોગેશ, દાલુ, ચિમ્પ, નરેશ સાથે ઉમેશે ગૌરીબેન ઉપર છરી વડે હુમલો કર્યો. આરોપીએ ગૌરીબેનને પેટ, ગળા અને માથાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. મોડી રાત સુધી માતા પરત ન આવી ત્યારે પુત્ર તપાસ કરવા નીકળ્યો હતો. દરમિયાન ગૌરીબેનનો મૃતદેહ એક સાંકડી શેરીમાંથી મળી આવ્યો હતો.
પોલીસે મૃતક મહિલાના પરિવારની પુછપરછ હાથ ધરી હત્યા કરનાર યુવાનની શોધખોળ શરૂ કરી દીધી છે. જોકે આ મહિલાની હત્યા ક્યા કારણે અને કોણે કરી તે દિશામાં અલગ-અલગ ટિમ બનાવી પોલીસે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle