મોરબીમાં સાથે જીવવા-મારવાના કોલ થયા પુરા-  પતિની અંતિમયાત્રા સ્મશાન સુધી પહોચે તે પહેલા જ પત્નીએ પણ દુનિયાને કહ્યું અલવિદા

મોરબી(ગુજરાત): બહુ ઓછાં દંપતીના નસીબ(Luck) એવા હોય છે કે જેમણે લગ્ન જીવન સાથે નિભાવ્યા બાદ મોતની સફર પણ સાથે જ તય કરવાની આવી હોય. એક બીજા વગર નહીં જીવવાના કોલને મોત પણ ખોટા પાડી શકતું નથી. જીવન સફર સાથે વીતાવી છે, તો હવે જીવ જ્યારે બ્રહ્માંડની સફરે ચાલી નિકળે ત્યારે પણ સાથે જ રહેવાની ઇચ્છાને પ્રભુ પણ સ્વીકારની મહોર મારે છે. મોરબી(Morbi)ના સાદુળકામાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં પતિનું મોત થયું અને તેમની સ્મશાનયાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી. નનામી બંધાઇ અને પતિને કાયમી વિદાય આપવા ન માંગતા હોય તેમ પત્નીની તબીયત અચાનક લથડી અને તેઓ પણ પતિના પગલે ચાલી નિકળ્યા હતા.

ગણતરીના કલાકોમાં બે મોભી ચાલ્યા જતાં પરિવાર પર તો આભ તૂટી પડ્યું હતું. જાણવા મળ્યું છે કે, મોરબીના સાદુળકામાં રહેતા વૃદ્ધનું અવસાન થતાં આજે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. જોકે, વૃદ્ધની સ્મશાનયાત્રા સ્મશાન સુધી પહોંચે એ પહેલાં જ તેમના પત્નીનું પણ અચાનક અવસાન થઇ ગયું હતું. પિતાના મૃત્યુથી દુઃખી પરિવાર હજુ સ્વસ્થ થાય ત્યાં માતાનું પણ અવસાન થતાં પરિવાર પર જાણે વજ્રઘાત થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકામાં સાદુળકા ગામે રહેતા પથુભા ચકુભા ઝાલા નામના વૃદ્ધનું અવસાન થતાં પરિવારજનો અને સગા સંબંધીની હાજરીમાં સોમવારે સવારે તેમની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. સ્મશાન યાત્રા હજુ સ્મશાન સુધી પહોંચે તે પહેલા જ દામ્પત્ય જીવનમાં સાથે જીવવા સાથે મરવાનો જાણે કોલ આપ્યો હોય તેમ પથુભાના પત્ની વિલાસબા ઝાલાએ પણ જીવનલીલા સંકેલી લીધી હતી અને પતિની સાથે જ અનંતની વાટ પકડતા ઝાલા પરિવાર અને સાદુળકા ગામમાં અરેરાટી છવાઈ ગઈ હતી.

જાણવા મળ્યું છે કે, ખેતીનો વ્યવસાય કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જ જિંદગીભર રહેલા પથુભાની 100 વર્ષની પણ આંખ જબરી તેજ હતી અને નરી આંખે જોઈ શકતા અને યાદ શક્તિ પણ હજુ સારી હતી કે પરિવારના દરેક વ્યક્તિને જોઈને ઓળખી જતા હતા. તેમના પત્નીની ઉંમર પણ 95 વર્ષની આસપાસ હતી અને તેઓ પણ સ્વસ્થ જીવન જીવતા હતા. આ દંપતિએ તેની ત્રણ પેઢીને નજરે જોઈ હતી. તેમણે અગાઉ પણ તેમના સંતાનોને જણાવી દીધું હતું કે, તેમના અવસાન બાદ કોઈ પણ પ્રકારનો શોક ન પાળવો કે વિલાપ ન કરવો તેઓ તેમનું જીવન ખૂબ સારી રીતે જીવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *