સુરત: પત્નીએ સોપારી આપી કરાવી પતિની હત્યા, જાણો સમગ્ર ઘટના

પલસાણા નજીક એના ગામની સીમમાંથી ગત શનિવારે મળી આવેલો મૃતદેહ રોહિત ચંદુભાઈ બોરડનો હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં રોહિતની હત્યા તેની પત્ની જયશ્રી દ્વારા કરાવવામાં આવ્યું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો. જયશ્રીના રિમાન્ડમાં નવી નવી કડીઓ ખુલી રહી છે.રોહિતની હત્યા જયશ્રીએ જ સોપારી આપીને કરાવી હોવાનું સામે આવી રહ્યું છે.

જયશ્રીએ અગાઉ પણ પ્લાન ઘડેલો.

એના ગામથી ગંગાધરા ગામે જતા રોડ પરથી સુરતના રોહિત બોરડ નામના યુવક ડી- કમ્પોઝ હાલતમાં લાશ મળી હતી. જેને પગલે કડોદરા પોલીસે મૃતક રોહિતની પત્ની જયશ્રીને પૂછપરછ કરતા વિવિધ સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો હતો. થોડા દિવસો અગાઉ રોહિતની હત્યા કરવા માટે જયશ્રીએ અલ્તાફ નામના યુવાનને 2.5 લાખની સોપારી આપી હતી. જોકે, અલ્તાફ રોહિતનો મિત્ર હોવાથી સમગ્ર કારસો ઉઘાડો પડી જતાં રોહિત બચી ગયો હતો.

લલનાના સહારે ફરી જયશ્રીએ કારસો ઘડ્યો.

પહેલા પ્રયાસમાં બચી ગયેલા રોહિતનું ઢીમ ઢાળી દેવા માટે જયશ્રીએ ફરી કારસો ગોઠ્યો હતો. આ વખતે જયશ્રીએ રોહિતની સોપારી સુરતના અક્ષય પાટીલ નામના યુવકને 2 લાખમાં આપી હતી. જેમાં રોહિતને પ્લાન મુજબ કડોદરા બોલાવવા તેમજ ઘટના સ્થળ સુધી પહોંચાડવા માટે જયશ્રી સાથે લોહીના વ્યાપારમાં સંકળાયેલી જ્યોતિ નામની યુવતીઓ સહારો લીધો હતો. રોહિત અને જ્યોતી કડોદરા ખાતે સ્પા મસાજ પાર્લર ચાલુ કરવાની વાતનું બહાનું કરી કડોદરા બોલાવવાનું નક્કી કર્યું હતું.

સળીયાના ઘા ઝીંકી હત્યા કરાઈ.

ઘટનાના દિવસે જયશ્રીએ જ્યોતિના મોબાઈલ પરથી વોટ્સએપ પર રોહિત સાથે વાત કરી તેને કડોદરા મળવા આવવા માટે તૈયાર કર્યો હતો. પ્લાન મુજબ રોહિત અને જ્યોતિ સાંજના 7 વાગ્યાના અરસામાં સંજીવની હોસ્પિટલ નજીક ઉભા હતા કે, તરત જ એક નંબર વગરની એક્ટિવા પર અક્ષય તેમજ વિજય ઉર્ફે ડબ્બુ પાટીલ આવ્યા અને રોહિતના માથામાં સાળીયાનો ઘા કર્યો હતો. જે જોઈ જ્યોતિ ગભરાઈ ત્યાંથી નાસી છૂટી હતી. સળીયાના ઘાથી અધમુવા થયેલા રોહિતને કારમાં પલસાણા તરફ લઈ જવાયો હતો. બાદમાં મોતને ભેટેલા રોહિતની લાશને એના ગામની સીમના ફેંકી દેવામાં આવી હતી.

પુરાવા નાશ કરવા ફોન ફેંકી દેવાયો.

રોહિતની હત્યા બાદ જયશ્રીએ રોહિતનો ફોન સુરત નજીક ખાડીમાં ફેંકી દીધો હતો. જો કે, હજુ સુધી પોલીસેને રોહિતના બુલેટનો અને હત્યામાં વપરાયેલી કાર હાથ લાગી નથી. તેમજ રોહિતનો ફોન પણ મળ્યો નથી.

સોપારી લેનારા પોલીસ પકડથી દૂર.

જયશ્રી દ્વારા પતિ રોહિતની હત્યા માટે બે લાખ રૂપિયાની સોપારી અક્ષય પાટીલ તેમજ તેના સાગરીતો સુનિલ અને વિજય પાટીલ ઉર્ફે ડબ્બુને આપવામાં આવી હતી. જો કે, હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી હત્યાની ગૂંચ ઉકેલાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *