હાલમાં સુરતના ભટાર રોડ પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રિસાયેલી પત્નીએ એવુ કારસ્તાન કર્યું કે પતિ ક્યાંય મોઢું બતાવવા લાયક ન રહ્યો. 29 વર્ષની પત્નીએ તેના પતિના બિભત્સ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. આ વાતની જાણ પતિને થતા પતિ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના ભટાર રોડ પર રહેતા ફેનિલ (નામ બદલ્યું છે)ની ઉંમર 30 વર્ષ છે. તેને રિંગરોડ માર્કેટમાં કાપડનો ધંધો હોવાનું જાણવા મળ્યું છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન રિંકુ ખત્રી નામની યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવ ચાલુ થયો હતો. જેને કારણે બંને વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા. આ કારણે રિંકુ છેલ્લા ત્રણ વર્ષથી પિયરમાં રહેવા માંડી હતી.
આ દરમિયાન સતત ઝઘડાને કારણે લગ્નજીવન છૂટાછેટા સુધી પહોંચી ગયુ હતું. પરંતુ આ વચ્ચે રિંકુએ પોતાનો ગુસ્સો ઉતારવા અને પતિ ફેનિલને સબક શીખવાડવા તેના બિભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. પત્નીએ સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવ્યા હતા અને પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા. પતિ પણ આ ફોટોગ્રાફ અને મેસેજ જોઇ ચોકી ગયો હતો. ત્યારબાદ આ અંગે તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી તેની પત્ની સામે શંકા વ્યક્ત કરી હતી.
પત્ની એટલી ચાલાક હતી કે, ત્રણેય બોગસ એકાઉન્ટો બીજાના નામે બનાવ્યા હતા. જેમાં રાજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા. એવી જ રીતે દિક્ષીત અને હિતાંશ નામથી બોગસ એકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા. આ બિભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.