Father killed the Children, Gaya: ગયામાં એક પિતાએ પોતાના જ બે જુડવા બાળકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી દેવેશ શર્મા ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મગધ મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારના રોડ નંબર 5ની છે. બુધવારે રાત્રે આરોપીએ તેની પત્નીને ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવીને માર માર્યો હતો. આ પછી, બાળકોને જમીન પર ફેંકી દીધા હતા.
મળેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને બાળકો 4 મહિનાના હતા. અહી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આરોપી ઓટો ચલાવે છે અને તેની પત્નીને માર પણ મારે છે.
મૃતકની માતા રાની દેવીએ જણાવ્યું કે તે બુધવારે રાત્રે તેના પતિના નાના ભાઈને ભોજન આપી રહી હતી. ત્યારે ગેરકાયદેસર સંબંધના આરોપમાં પતિ ગુસ્સે થઈ ગયો અને મને નિર્દયતાથી માર માર્યો હતો. ત્યાર બાદ તેણે બળજબરીથી મારી માંગણીનું સિંદૂર ધોવાનું શરૂ કર્યું. આ પછી મારા બે જુડવા બાળકોને જમીન પર પછાડીને મારી નાખયા હતા અને ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
રાની દેવીએ જણાવ્યું કે દેવેશ શર્મા (આરોપી પતી) દારૂ પીવે છે અને ઘરમાં ઝઘડો કરે છે. લગ્ન વર્ષ 2020 માં થયા હતા. રાની દેવીએ કહ્યું કે પહેલા તેણે મને મારવાનું શરૂ કર્યું અને પછી મને નીચે ફેંકી દીધી. એટલું જ નહીં, તેઓએ મારા વે જુડવા બાળકોને પણ માર માર્યો હતો.
પોલીસ સ્ટેશન પ્રમુખ શૈલેષ કુમારે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, કાયદો અને વ્યવસ્થાના એસડીપીઓ મોહમ્મદ ખુર્શીદ આલમે જણાવ્યું કે હાલમાં આટલી મોટી ઘટનાને અંજામ આપનાર આરોપી પિતા ફરાર છે. તેની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.