વરાછામાં રત્નકલાકાર ઉપર ગત રાત્રે તેની સોસાયટીના નાકે જ જાહેરમાં તેની પત્નીના પ્રેમી સહિત બે વ્યકિતએ ચપ્પુના ઘા ઝીંકતા તેને ગંભીર ઈજા થઈ હતી. બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ભોળાનગર સોસાયટી સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય રત્નકલાકાર પ્રફુલભાઈ કાળુભાઈ સોનીના લગ્ન આઠ વર્ષ અગાઉ અમદાવાદની પ્રીતિ સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન તે બે સંતાનોના પિતા બન્યા હતા. જોકે, લગ્નજીવન દરમિયાન થતાં સતત વિખવાદને પરિણામે એક વર્ષ અગાઉ તેમના છૂટાછેડા થયા હતા અને પ્રીતિ બાળકો સાથે અમદાવાદ રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ પ્રફુલભાઈ ને જાણ થઈ હતી કે પ્રીતિ ત્યાં અર્જુન અરૃણ પરમાર નામના વ્યક્તિ સાથે રહે છે. પરંતુ ત્રણ માસ અગાઉ પ્રીતિ અર્જુનથી છૂટી પડી પિયર રહેવા ચાલી ગઈ હતી.
પિયરમાં રહેતી પ્રીતિ અને પ્રફુલભાઈ વચ્ચે મોબાઈલ ફોન ઉપર વાતચીત શરૃ થઈ હતી અને પ્રીતિને પોતાની ભૂલનો અહેસાસ થતાં ફરી તેઓ ભેગા થયા હતા અને કોર્ટ મેરેજ કર્યા બાદ તે બાળકો સાથે ફરી સુરત પ્રફુલભાઈ સાથે રહેવા આવી ગઈ હતી. દરમિયાન, ગતરાત્રે પ્રફુલભાઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીના નાકે જ અર્જુન પરમાર અને તેનો મિત્ર મજનું મોટરસાયકલ ઉપર આવ્યા હતા અને પ્રફુલભાઇને માર મારી અર્જુને પોતાની પાસેની છરી વડે પ્રફુલભાઈને છાતીના ડાબા પડખાના ભાગે, ડાબા હાથના બાવડાના ભાગે અને ડાબા હાથના કાંડાના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા હતા અને ફરાર થઈ ગયા હતા. તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઈ એમ.પી.પટેલ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.