સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખુબ જ ફેલાઈ રહ્યું છે. જયારે કોરોનાના વધી રહેલા સંક્રમણમાં ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો નંબર આવે છે. સુરતમાં પણ દિવસે દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા ખરા લોકો પોતાના જીવને જોખમમાં મુકીને અન્ય લોકીની થઈ શકે એટલી મદદ કરતા હોય છે. ચાલો તમને જણાવીએ કે સુરત જીલ્લાના એક નાનકડા ગામમાં પણ યુવાનો કેવી કેવી રીતે મદદ કરી રહ્યા છે.
સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના છેવાડાનું ગણાતું ગામ મોટિ દેવરૂપણ ગામે આવતી કાલે એટલે કે તારીખ 25 એપ્રિલના રોજ ગામના યુવાનો દ્વારા શરદી, ઉધરસ, માથું દુખવું અથવા કોઈ પણ કોરોનાના લક્ષણો દેખાતા ગામના તમામ લોકોને આ ઉકાળાનું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું હતું.
વધી રહેલા કોરોનાના કેસને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુસર અલગ અલગ પ્રકારની ઔશીધીઓને ભેગી કરીને મંદિરે યુવાનો દ્વારા ઉકાળો બનાવીને ગામના તમામ વૃધો, યુવાનો અને વડીલોને આ ઉકાળો વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો. જે ઉકાળા વિતરણ દરીમિયાન ગામના યુવાનો અને વડીલોએ ખુબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ ઉકાળા વિતરણનો કાર્યક્રમ સતત પાંચ દિવસ સુધી ચાલશે. જેમાં ગામના વડીલો, યુવાનો અને વૃધોને લઈને તમામ લોકોને આવરી લેવામાં આવશે. આ ઉકાળા વિતરણનું આયોજન તે ગામના શ્રી એક્શન યુવા ગ્રુપ અને દેવરૂપણ યુવા ગ્રુપ દ્વારા આ ઉકાળા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.