ધોની 2024 માં લોકસભાની ચૂંટણી લડશે? આ પાર્ટીએ આપ્યું ખુલ્લુ આમંત્રણ

Published on: 4:44 pm, Sat, 22 August 20

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ (Mahendra Singh Dhoni) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને (International cricket) અલવિદા કહી દીધું છે. નિવૃત્તિ બાદ ધોનીના ભવિષ્ય વિશે અટકળો વધુ તીવ્ર બની રહી છે. ધોની હાલમાં આઈપીએલની તૈયારી કરી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું ધોની તેની બીજી ઇનિંગની શરૂઆત રાજકીય (Political) પીચથી કરશે. જોકે હજી સુધી ધોની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તેણે દર વખતની જેમ આ વખતે પણ મૌન સેવી રાખ્યું છે. પરંતુ તે બધા જાણે છે કે માહીનું મૌન ખૂબ ગંભીર હોય છે.

આ સ્વતંત્રતા દિવસ પર તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પછી દેશમાં બીજા નંબરની સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ બન્યા. ધોનીની નિવૃત્તિ પછી પીએમ મોદીએ ભાવનાત્મક પત્ર લખી તેમની શુભકામનાઓ પાઠવી હતી. ધોની સાથે શાસક ભાજપની નિકટતા કંઈ નવી નથી. આ પહેલા પણ ભાજપના નેતાઓ ધોનીને મળતા આવ્યા છે. પરંતુ પીએમ મોદીના પત્ર પછી, શું ધોની રાજકારણ તરફ આગળ વધશે? આ પઝલને કારણે રાંચીથી લઈને દિલ્હી સુધી રાજકીય તાપમાનમાં ગરમાવો જોવા મળ્યો છે.

વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ (Subramaniam Swamy) ધોનીને રાજકારણમાં આવવાની ઓફર કરી હતી. સ્વામીએ તો એમ પણ કહ્યું કે, 2024 ની લોકસભાની ચૂંટણીમાં ધોનીએ હાથ અજમાવવો જોઈએ. સ્વામીએ કહ્યું હતું કે, જાહેર જીવનમાં ક્રિકેટના ક્ષેત્રમાં અવરોધો સામે લડવાની અને ટીમના પ્રેરણાદાયી નેતૃત્વની તેમની ક્ષમતાની જરૂર છે.

Will Dhoni contest Lok Sabha elections in - Trishul News Gujarati Breaking News amit shah, bjp, CRICKET, Lok Sabha elections 2024, M.S DHONI, Mahendra Singh Dhoni, Political, Subramaniam Swamy

ઝારખંડમાં રાજકીય તાપમાનમાં વધારો થયો
એવી અટકળો ચાલી રહી છે કે, ભવિષ્યમાં ધોની રાજકીય પીચ પર રમતા જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં તેમના ગૃહ રાજ્ય ઝારખંડના તમામ રાજકીય પક્ષો તેમનું સ્વાગત કરવા તૈયાર છે. જોકે, નિવૃત્તિ પછી રાજકારણમાં આવવા માટે, ધોનીને ભાજપ તરફથી પહેલી ઓફર મળી. રાંચીના ભાજપના સાંસદ સંજય શેઠે કહ્યું છે કે, જો ધોની ઈચ્છે તો રાંચી આવે ત્યારે તેમની સાથે વાત કરવામાં આવશે. બધું ધોની પર આધારીત છે. તે જ સમયે, ઝારખંડ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજેશ ઠાકુર પણ ધોનીને પાર્ટીમાં આવકાર આપવા તૈયાર છે.

જ્યારે ધોની શાહને મળ્યો હતો
2018 માં, તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાનના ભાગ રૂપે મહેન્દ્રસિંહ ધોનીને મળ્યા હતા. તે પછી પણ, એવી અટકળો વહેતી કરવામાં આવી હતી કે, 2019 ની સામાન્ય ચૂંટણીમાં ધોની રાંચીથી ભાજપના ટિકિટ પર મેદાનમાં ઉતરી શકે છે, પરંતુ તે માત્ર એક અફવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews