ગુજરાત(Gujarat): રાજ્યના રાજકરણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની અટકળો સાથે આજ રોજ ટૂંક જ સમયમાં ખોડલધામ(Khodaldham)ના પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel) પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યાં છે. વાત કરવામાં આવે તો છેલ્લા છ મહિનાથી નરેશ પટેલના રાજકરણના પ્રવેશ અંગે અનેક વખત અફવાઓ સામે આવી હતી પરંતુ નરેશ પટેલ ‘સમાજ કહેશે એમ કરીશ’ કહીને સર્વેના પરિણામો પર નિર્ણય લેવામાં આવશે પરંતુ આજે નરેશ પટેલ આ સર્વેના તારણો અને નિર્ણય અને પોતાની રાજકીય કારકીર્દી અંગે સ્પષ્ટ ખુલાસા કરી શકે છે.
મળતી માહિતી અનુસાર, નરેશ પટેલ દ્વારા ગઈકાલે યોજાયેલ પાટીદાર સંગઠનોના વડાની બેઠકમાં આ સર્વેના અમુક મુદ્દાઓ રજૂ કરીને તેમના મંતવ્યો જાણીને આજ રોજ આધિકારીક જાહેરાત કરવામાં આવશે કે તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત થશે કે રાજકારણમાં જોડાશે જ નહિ?
સુત્રોનું માનવામાં આવે તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે નહિ તે પ્રકારની માહિતી સામે આવી છે. ત્યારે નરેશ પટેલ રાજકારણમાં ન જોડાય તે અંગેની જાહેરાત કરી શકે છે. ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ દ્વારા બંધબારણે બેઠક યોજવામાં આવશે.
ત્યારબાદ તેઓ પત્રકાર પરિષદમાં પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. આ જાહેરાત એટલા માટે મહત્વની બની રહેશે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ નરેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં જોડાશે. રાજનીતિના પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી રીતે નરેશ પટેલની પત્રકાર પરિષદમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ માટે પ્રશાંત કિશોરની સલાહ લેતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.