કોરોનાના કાળા કહેરે ગુજરાત રાજ્યને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ પણ મંડરાઇ રહ્યું છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ થી આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તન થવાની સંભાવના છે. જયારે આનું નામ મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને “તૌક્તે” નામ આપવામાં આવેલું છે. આ વાવાઝોડા દ્વારા કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.
અરેબિયન સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે સક્રિય થયેલું લો પ્રેશર 24 કલાકમાં ચક્રવાતમાં ફેરવાશે. આ ચક્રવાતને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આગામી તારીખ 16 થી 18 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ ત્રણ દિવસોમાં 11 કિમિ થી 28 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
સુરત કલેકટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. શેરડી, ઉનાળુ ડાંગર, મગ અને કેરીને નુકશાન થવાની ભારે સંભાવના છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તૌક્તે વાવાઝોડાને કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે સુરત શહેરનું આજે તાપમાન ઓછું નોંધાયું છે. જયારે મહત્તમ તાપમાન 35 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં પલટો આવને કારણે પવન ફૂંકાતા શહેરીજનોને ગરમીથી ખુબ રાહત મળી છે.
તૌક્તે વાવાઝોડું ક્યાં પહોચ્યું જોવા માટે windy.com વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
Latest path projection for cyclone #Tauktae, that may develop in the Arabian Sea. #ECMWF #cyclone pic.twitter.com/xGSh2l6w4Q
— Windy.com (@Windycom) May 13, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.