સુરતની જીશા શિહોરાએ દુબઈમાં લહેરાવ્યો પરચમ- કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતી ગુજરાત સહીત દેશનું નામ કર્યું રોશન

સુરત(Surat): શહેરની દીકરીએ દુબઈ (Dubai)માં પરચમ લહેરાવ્યો છે. દુબઈમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને દેશ સાથે ગુજરાત અને પોતાના સુરત શહેરનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ (International Karate Championship Dubai)માં સુરતની 17 વર્ષીય શિહોરા જીશા (Shihora Jisha)ને ગોલ્ડ મેડલ જીતી અનોખી જ સિદ્ધિ હાંસિલ કરી છે.

જીશાને બાળપણથી જ કરાટેનો શોખ:

વાત કરવામાં આવે તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે 17 વર્ષીય શિહોરા જીશા રહે છે. બાળપણથી જ સ્પોર્ટ્સ એક્ટીવીટીમાં વ્યસ્ત રહેતી જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો હતો અને તે અભ્યાસ સાથે કરાટેની ટ્રેનિંગ કરતી હતી. જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા પછી દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ગઈ હતી.

ગોલ્ડ મેડલ લેવી હાંસિલ કરી અનોખી સિદ્ધિ:

મહત્વનું છે કે, દુબઈ ખાતે 30 એપ્રિલથી દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધા સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે વિર-વિરાંગનાઓ વચ્ચે યોજવામાં આવી હતી. જેમાં શિહોરા જીશાબેન વિજયભાઈ કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવી સફળતાના શિખરો પાર કર્યા છે. જ્યારે જીશાએ કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

પરિવાર સહિતના લોકોએ કર્યું ભવ્ય સ્વાગત:

ઉલ્લેખનીય છે કે, જીશા ગઈકાલે દુબઇથી સુરત ફરી હતી. જેને લઇને પરિવાર, સોસાયટી, સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. જીશા શિહોરાએ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પરિવાર સહિતના લોકોએ શાનદાર સ્વાગત કર્યું હતું. જેથી જીશા શિહોરા ભાવવિભોર થઇ ગઇ હતી અને પરિવારના સભ્યોને ભેટીને રડી પડી હતી.

સુરતથી બારડોલી ટ્રેનિંગ માટે જતી: જીશા

જીશાએ જણાવતા કહ્યું હતું કે, દુબઇની સ્પર્ધામાં 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતા. સ્પર્ધા પહેલા 1 મહિના સુધી ખુબ જ આકરી ટ્રેનિંગ કરી હતી. હું સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી હતી. વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, પ્રેક્ટિસમાં હું એક જ ગર્લ હતી અને છોકરાઓ વચ્ચે હું એક જ પ્રેક્ટિસ કરતી હતી. આ સફળતામાં પરિવાર, સ્કૂલ અને કોચ દ્વારા મને ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *