તો શું ખરેખર હવે છુટાછેડા બાદ આમીર ખાન આ ખુબસુંદર અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે?

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. આમિર ખાન ભૂતકાળમાં તેના છૂટાછેડાને લઈ કેટલાક સમાચારમાં આવ્યો હતો. કેટલાક લોકોએ આમિર તથા કિરણના આ અલગ થવાનો ઈન્કાર પણ કરવામાં આવ્યો હતો પણ આ બધું હોવા છતાં, આમિર તથા કિરણ કેટલાક પ્રસંગોએ એકસાથે દેખાયા હતા.

હાલમાં જ અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. કિયારા અડવાણીની સાથે આમિર ખાનનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માસ્ક કિયારાની બુટ્ટીમાં અટવાયેલ જોવા મળી રહ્યું છે. કિયારા સખત પ્રયત્ન કરતા હોય છે પણ માસ્ક દૂર કરવામાં અસમર્થ છે.

ત્યારબાદ મિસ્ટર પરફેક્શનિસ્ટ આવે છે તેમજ કિયારાને ખૂબ કાળજીપૂર્વક મદદ કરવાનો પ્રયત્ન કરે છે પણ હજુ માસ્ક ઉતારવામાં સમર્થ નથી. ત્યારબાદ કિયારાએ માસ્કથી છુટકારો મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. છેવટે તેનો સંઘર્ષ સમાપ્ત થયો હતો.

કિયારા અડવાણી તથા આમિર ખાનનો આ વીડિયો સામે આવ્યા પછી લોકોએ અલગ-અલગ રીતે કોમેન્ટ કરવાની શરૂ કરી. જયારે એક યુઝરે લખ્યું હતું કે, કદાચ જલ્દી કિયારા આમિર ખાન’, અન્ય યુઝરે લખ્યું કે તમે બીજા લગ્ન કરવાનું વિચારતા નથી તો અન્ય યુઝરે લખ્યું હતું કે, હવે તમારે આની સાથે નિકાહ પઢવાના છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કિયારા અડવાણીની ફિલ્મ ‘શેર શાહ’ 12 ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઈ ચુકી છે. જયારે ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા છે કે, જે શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવે છે જ્યારે કિયારા તેની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાનો રોલ ભજવે છે. આની સિવાય કિયારા અડવાણી ‘જુગ જુગ જિયો’, ‘ભૂલ ભુલૈયા 2’ તથા ‘મિસ્ટર લેલે’માં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *