મેથીના આ સરળ પ્રયોગથી શરીર માંથી કાયમ માટે જતી રેહશે આ બીમારીઓ

આપણાં વડીલો આપણને કાયમ સલાહ આપતા હોય છે કે રોજની એક ચમચી મેથીનાં દાણા ખાવાથી ઘણાં ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે જોઈએ તો મેથી સ્વાદમાં…

આપણાં વડીલો આપણને કાયમ સલાહ આપતા હોય છે કે રોજની એક ચમચી મેથીનાં દાણા ખાવાથી ઘણાં ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે જોઈએ તો મેથી સ્વાદમાં કડવી, ગરમ, તીખી, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં સરળ, બળદાયી, હૃદય માટે લાભદાયક છે.મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે જરૂરી માત્રામાં રહેલા હોય છે.ભારતમાં આપણે મેથીના દાણાનો મસાલામાં ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો શાક-દાળમાં પણ મેથીના દાણાનો ભરપુર ઉપયોગ કરતા હોય છે.તો આજે આપણે જોઇએ આ નાનકડા મેથીનાં દાણાનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરવાથી વજન નિયંત્રિત થવાની સાથે સાથે અનેક ફાયદા થાય છે.

મેથીનાં દાણા ખાવાથી કે તેનો પાવડર પાણી સાથે ફાકી જવાથી કબજિયાતની વર્ષો જૂની સમસ્યા કાયમ માટે દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને વધારે ભૂખ લાગે છે તે લોકોએ વારંવાર મેથીના દાણા ખાય તો તે લોકોને ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે કારણ કે તેમા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે.

મેથીના દાણાને પીસી લો અને તેનો પાવડર બનાવી લો. વહેલી સવારે ભૂખ્યા પેટે તેને નવશેકા પાણીની સેવન કરો.

એક મુઠ્ઠી મેથીનાં દાણાને આખી રાત પલાળીને રાખો.સવારે પાણી કાઢીને તે પલાળેલા દાણાનું સેવન કરો. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને તમારું વજન પણ નિયંત્રિત રહે છે.

એક કપ ઉકળતા પાણીમાં મેથીના દાણા ઉમેરી લો. તેમા તજ અને પીસેલું આદું ઉમેરો. આ ચા પીવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખાવાનું સહેલાઇથી પચી જાય છે.

મેથી ગેસને દૂર ભગાડે છે અને ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પોષણ આપે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગના દુઃખાવામાં લાભ થશે.

ફણગાવેલી મેથીમાં વિટામીન અને મિનરલ્સ હોય છે તેને સવારે ભૂખ્યા પેટે ખાવાથી વજન ઓછું થાય છે.

એક કપ ગ્રીન ટીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમા ઉપરથી મેથીનો પાવડર ઉમેરી રોજ ભૂખ્ય પેટે પીવાથી વજન ઝડપથી તમારું વજન ઘટશે. આ ઉપરાંત આ રીત થી ગેસની સમસ્યા દુર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *